રાજ્યમાં ૧ ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર-થૂંકનારને ૫૦૦ રૂપિયાનો દંડ,

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : ૧ ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકનાર પાસેથી ૫૦૦ રૂપિયા દંડ વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી ૧ ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂકનારા લોકો વ્યક્તિઓને ૫૦૦ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં ૨૦૦ તેમજ ૫૦૦ એમ અલગ-અલગ દંડ વસૂલાય છે. હાલમાં જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકવા પર ૨૦૦ તેમજ ૫૦૦ એમ અલગ-અલગ દંડ વસૂલવામાં આવે છે. પરંતુ સરકારના નિર્ણય બાદ હવે ૧ ઓગષ્ટથી રાજ્યભરમાં એકસરખો જ દંડ વસૂલવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રીએ નાગરિકોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે, રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર ૨ રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.