છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૫૨ કેસ : ૨૨ લોકોનાં મોત

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાનો ૨૫૪૭૪ ટેસ્ટ કરવામાં આવતા ૧૦૫૨ પોઝિટિવ કેસ ૨૪ કલાકમાં નોંધાતા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતનો આંકડો ૫૬ હજારને વટાવી ૫૬૮૭૪ થયો છે. રાજ્યમાં આજે ૨૨ મોત નોંધાતા કુલ મૃત્યુઆંક કોરોનાને લીધે ૨૩૪૮ થયો છે. રાજ્યમાં આજે ૧૦૧૫ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા હતા. આ સાથે કુલ ડિસ્ચાર્જનો આંકડો ૪૧ હજારને વટાવી ૪૧૮૦ થયો છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ ૧૩૧૪૬ થયો છે. જેમાં આજની સ્થિતિએ ૮૧ વેન્ટીલેટર પર અને ૧૩૦૬૫ સ્ટેબલ છે.
રાજ્યમાં પ્રથમવાર સતત રેકોર્ડબ્રેક દૈનિક કેસો નોંધાતા હતા તેમાં આજે સાધારણ ઘટાડો થતા આરોગ્ય વિભાગને રાહત થઈ હતી. તા. ૨૬મી જુને ૧૧૦૦ને પાર કોરોનાના કેસ થયા હતા. આજે તેમાં થોડોક ઘટાડો થઈ ૧૦૫૨ કેસ નોંધાયા છે. જેની સામે ટેસ્ટીંગનું પ્રમાણ રાજ્યભરમાં વધારી લીધું છે. આજે રાજ્યના આઠ કોર્પોરેશન અને ૩૧ જિલ્લામાં કોરોનાના કેસોનો વ્યાપ વધ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.