બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાણીની સમસ્યા વચ્ચે ચીલાચાલુ ખેતીને બદલે બાગાયતી ખેતી તરફ વળ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવલ
સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેતીક્ષેત્રે સૌથી મહત્વ ગણાતા બનાસકાંઠા જિલ્લામાં પાણીની ભારે અછત વચ્ચે પણ ખેડૂતો તેમની કોઠાસૂઝને લઈ ખેતીક્ષેત્રે અવનવી ક્રાંતિ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું ઉત્પાદન હોય કે દાડમની ખેતી વગેરેમાં સમગ્ર દેશભરમાં જિલ્લાના ખેડૂતોની નોંધ લેવાઈ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં થતી કેળાની ખેતી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વડાવળ ગામના શિવાજી ભુદરાજી સુંદેશાએ અપનાવી અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે.
સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ચીલાચાલુ ખેતીના બદલે હવે આધુનિક ટેકનોલોજી યુક્ત ખેતી કરવા લાગ્યા છે જેમાં રોકડિયા પાક ગણાતા કેળાની ખેતી ડીસા તાલુકાના વડાવળ ગામના સંદેશા શિવાજી ભુદરાજીએ પોતાના એક વીઘાના ખેતરમાં કરી સફળ થયા છે. આ બાબતે પ્રગતિશીલ ખેડૂત શિવાજી સાથેની વાતચીતમાં તેઓએ કેળાની સફળ ખેતી વિશે જણાવતા ગત જુન મહિનામાં એક વીઘાની અંદર વિકાસ ઇરીગેશન અને કે. ટી. માળીના માર્ગદર્શન હેઠળ જૈન કંપનીના ટિશ્યૂકલ્ચર ય્-૯ વેરાઈટીનું ડ્રીપ પદ્ધતિ દ્વારા
વાવેતર કર્યું હતું. ડીસા તાલુકાની જમીનમાં સૌપ્રથમ કેળાના વાવેતરનું સાહસ કર્યું હતું પરંતુ જૈન કંપનીના અધિકારીઓ અને વિકાસ ઇરીગેશન ના માર્ગદર્શન હેઠળ એક વર્ષ બાદ કેળાના છોડ ઉપર લુમ આવતા સારુ ઉત્પાદન થવાની આશા રહેલી છે. એક વીઘાની અંદર ૭૫૦થી વધુ કેળાના છોડ રોપવામાં આવ્યા છે. જેમાં અંદાજિત ડ્રીપ સાથે રુપિયા ૫૦ હજાર જેટલો ખર્ચ થવા પામ્યો હતો. તેની સામે પ્રથમ વર્ષે જ સાડા ત્રણ લાખથી વધુ ઉપજ થવાની ધારણા રહેલી છે. બનાસકાંઠા જિલ્લાના આ પ્રગતિશીલ ખેડૂતોએ કેળાની ખેતી કરી તાલુકાના અન્ય ખેડૂતોને પણ નવો રાહ ચિંધ્યો છે ખેતરમાં જો નજરે પડે ત્યાં લીલાછમ ભરાવદાર કેળાની લુમો ઝુમખા જોવા મળી રહ્યા છે અને એક કેળાના છોડ પર ૨૦ થી ૨૫ કિલોની લૂમ જોવા મળી રહી છે. જેથી એક વીઘામાં અંદાજિત ૨૨ હજાર કિલો જેટલું ઉત્પાદન થવાનો અંદાજ છે આ બાબતે વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પ્રમાણે આત્મ નિર્ભર ભારતના સ્વપ્નને લઇ ખેડુત જાતેજ પોતે જ કાચા કેળાનું અને કેળા વેફરનું વેચાણ કરી રહયો છે. પોતાની એક કેળાની પ્રોડક્ટ બનાવી તેનું વેચાણ કરી રહ્યા છે. જેથી આવકમાં પણ વધારો થયો છે. રાજ્ય સરકારની પ્રોત્સાહક કૃષિ નીતિને કારણે ખેડૂતો કૃષિ ટેકનોલોજી માધ્યમથી સફળ ખેતી કરતા થયા છે જેમાં બાગાયતી ખેતીમાં ખેડૂતોને ખૂબ સારુ વળતર મળતું હોવાથી ખેડૂત તેના તરફ વળ્યા છે જેને લઇ જે પાકમાં સારું વળતર મળતુ હોય તેવી ખેતી કરવા ખેડૂતોને પણ આ પ્રગતિશીલ ખેડૂત દ્વારા અપીલ કરાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.