Headlines 26-07-2020 | Rakhewal

https://youtu.be/cdSe5C8f7A4
Rakhewal Plus


#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal

Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

બનાસકાંઠાના દૂધ ઉત્પાદકોને દિવાળી : બનાસડેરીની ૫૨મી વાર્ષિક સાધારણ સભામાં મંદી અને કોરોનાની મહામારીના વર્ષમાં પણ બનાસ ડેરીએ ૧,૧૪૪ કરોડનો ભાવફેર ચૂકવવાની જાહેરાત કરી, ડેરીનું ટર્નઓવર વધીને ૧૨,૧૭૦ કરોડે પહોંચ્યુ ; વાર્ષિક સભામાં જાહેરાત કરતાં ચેરમેન શંકરભાઈ ચૌધરી.

બનાસકાંઠામાં વધુ ૨૨ પોજેટિવ કેસ સામે આવતાં ફફડાટ : ડીસામાં ૭, કાંકરેજમાં ૭, વાવમાં ૩, લાખણીમાં ૩, દિયોદર અને ધાનેરામાં એક – એક કેસ પોજેટિવ નોંધાયો ; પાલનપુરમાં એક પણ કેસ ન આવતાં તર્ક વિતર્ક.

કાંકરેજના ડુંગરાસણ પાસે અકસ્માતમાં એકનું મોત, એક ઘાયલ : કાંકરેજના પૂર્વ ધારાસભ્ય પાંચાણીના પુત્રનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત થતાં ગમગીની.

ડીસાના ભોંયણની અંબિકાનગર સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા : લોકડાઉનનો ફાયદો ઉઠાવી બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપ્યો, સોના અને ચાંદીના ઘરેણાં ચોરી.

વડગામના મગરવાડા ગામની સીમમાંથી ચાર જુગારીઓ ઝડપાયા.

ડીસામાં ગૌરવ ગાન ગીત રજૂ કરાયું : ડીસાના સ્થાપનાના ૨૦૦ વર્ષ જુના ઇતિહાસને ગીત દ્વારા રજૂ કરવાનો ભૈરવી કલા અકાદમીનો પ્રયાસ.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાણીની સમસ્યા વચ્ચે ચીલાચાલુ ખેતીને બદલે બાગાયતી ખેતી તરફ વળ્યા : ડીસા તાલુકાના વડાવળ ગામના ખેડૂતે કેળાની સફળ ખેતી કરી, ત્રણ વર્ષ સુધી કેળાનું મબલખ ઉત્પાદન સાથે સારી આવકની આશા.

સૌરાષ્ટ્રના ભાણવડમાં 2 અને પોરબંદરમાં 1 ઈંચ, જસદણ અને ગોંડલમાં ધોધમાર, લાઠીમાં ધીમી ધારે વરસાદ.

વિદ્યાર્થિનીઓ સાથે જાતિય સતામણી રોકવા સૌ.યુનિ.નો નિર્ણય : પ્રોફેસરોની ચેમ્બરમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે.

સોરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતા આરોગ્ય વિભાગમાં ચિંતા : પાલિતાણામાં 10 લાખના ખર્ચે 10000 ઘરોને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાઈ.

ભરૂચમાં વધુ 22 કેસ નોંધાયા, વડોદરા સેન્ટ્રલ જેલના 18 કેદી કોરોના સંક્રમિત, વધુ બેના મોત.

મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- માસ્ક પહેરવામાં તકલીફ પડે તો કોરોના વોરિયર્સને યાદ કરો.

કારગિલ વિજયના દિવસે રક્ષામંત્રી અને ત્રણ સેના પ્રમુખોએ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી, અમિત શાહે કહ્યું- આ દિવસ દેશના ગૌરવ અને મજબૂત નેતૃત્વનું પ્રતીક.

દેશમાં કોરોનાના 13 લાખ 90 હજાર કેસ : પ્રથમવાર એક દિવસમાં સંક્રમિતોનો આંકડો 50 હજારને પાર, સિક્કીમમાં કોરોનાની બિમારીથી પહેલું મોત.

ભારતમાં અલકાયદા, આઇએસ જેવા આતંકી સગંઠનોની કમાન પાકિસ્તાની આતંકીઓના હાથમાં, જેમાંથી ઘણા આતંકવાદી હાલ પણ બ્લેકલિસ્ટેડ નથી.

ઉત્તર કોરિયામાં કોરોના મહામારીના લગભગ 7 મહિના પછી પ્રથમ શંકાસ્પદ દર્દી મળ્યો, દ.કોરિયાની નજીક આવેલા શહેરને લોકડાઉન કરવા આદેશ.

ચીનની મહિલા વૈજ્ઞાનિકની અમેરિકાએ જાસુસીના આરોપસર ધરપકડ કરી, વધુ 25 ચીની જાસુસ પર નજર હોવાનો દાવો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.