અમદાવાદ GMDC ગ્રાઉન્ડ પર યુવાનો ક્રિકેટ રમવા પહોંચ્યાં, પોલીસ આવતા નાસભાગ
કોરોનાના કેસોને કાબુમાં લેવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે જેમાં લોકોએ પણ સાથ આપવો જરૂરી છે. પરંતુ હજી કેટલાક લોકો આ બાબતે સજાગ નથી. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા GMDC ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા પહોંચી ગયા છે. અનેક લોકોએ માસ્ક નથી પહેર્યા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ભીડ એકઠી કરી હતી. એકતરફ કેસો ઘટી રહ્યા છે ત્યારે લોકોએ પણ કોરોના પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે. મોટી સંખ્યામાં ભેગા ન થવું અને માસ્ક પહેરવું જરૂરી પરંતુ લોકો આવી રીતે ભેગા થયા છે અને માસ્ક ન પહેરી કોરોનાને વધુ ફેલાવે છે. માસ્ક ન પહેરવા બદલ 500 રૂપિયાનો દંડ હોવા છતાં લોકો બેદરકાર છે. પોલીસ અને કોર્પોરેશન શું આ તમામ સામે કાર્યવાહી કરશે ?