મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ઓરસંગ નદી બે કાંઠે

ગુજરાત
ગુજરાત

છોટાઉદેપુર પથંકમાં વરસાદ ન હોવા છતાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે, જેથી ઓરસંગ નદી હાલ બે કાંઠે વહી રહી છે. જેથી લોકો મોટી સંખ્યામાં નદી કિનારે ઉમટી પડ્યા હતા.

છોટાઉદેપુર જિલ્લાના ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. જોકે છોટાઉદેપુર જિલ્લામાં નહિવત વરસાદ છે. છોટાઉદેપુર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદ ન હોવાથી ઉકળાટને કારણે લોકો પરેશન છે, જેથી લોકો વરસાદની રાહ જોઇ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.