MPના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ, સંક્રમિત થયેલા દેશના પ્રથમ મુખ્યમંત્રી
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓએ પોતાના સંપર્કમાં આવનાર દરેકને ટેસ્ટ કરાવવાની અને નજીકના લોકોને ક્વોરન્ટિન થવાની અપીલ કરી છે. તેઓ કોરોના સંક્રમિત થનાર દેશના પ્રથમ મુખ્યમંત્રી છે. ત્રણ દિવસ પહેલા તેમની સાથે લખનઉ જનાર કેબીનેટ મંત્રી અરવિંદ ભદૌરિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શુક્રવારે ભાજપના વીડી શર્મા અને તેમની પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
મુખ્યમંત્રીએ શનિવારે ટ્વીટ કરીને પોતે સંક્રમિત હોવાની જાણકારી આપી હતી. તેમણએ કહ્યું હતું કે હું કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરું છું. ડોક્ટરની સલાહ મુજબ હું ક્વોરન્ટિન થઈ રહ્યો છું. મધ્ય પ્રદેશના લોકોને અપીલ છે કે સાવધાની રાખે. થોડી એવી લાપરવાહી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. તેમણે કહ્યું કે કોરોનામાં સાવધાની રાખવાનો મેં ઘણો પ્રયાસ કર્યો.પરંતુ સમસ્યાઓને લઈને લોકો મળતા હતા. મને મળેલા તમામ લોકોને મારી સલાહ છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે.