આગામી ૩ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

ગુજરાત
ગુજરાત

ગુજરાત રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે, શુક્રવારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૨૫થી ૨૭ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે પરસાદ પડવાની શક્યતા છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ૨૫થી ૨૭ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એવી જ રીતે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે ગત ૨૪ કલાકમાં રાજ્યના ૧૪૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ૧૩ તાલુકામાં ૨ ઇંચથી વધુ અને ૨૬ તાલુકામાં ૧ ઇંચથી ૨ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસા અને અમરેલીના સાવરકુંડલામાં ૪-૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે તાપીના સોનગઢ અને મહેસાણાના કડીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.