સગાઈમાં સાંબેલું ને સાવરણો ભાગ – 2

Other
Other

ગતાંકથી ચાલુ
એ તો કહ્યું, મેં તો તેમની ખુબ આગતા સ્વાગતા કરી પણ તેઓ દીકરીની સગાઈમાં સાંબેલું ને સાવરણા માગતા હતા.
એમાં શું મોટી વાત છે, તારે તેની હા કહી દેવી જાેઈતી હતી.. વીરજીએ કહ્યું.
‘મને શું ખબર કે તમે તમારી લાડકી દિકરીની સગાઈમાં સાબેલું ને સાવરણો આપવા માંગતા હશો..’ મોંના હાવભાવ બદલીને પુંજીએ કહ્યું.’
‘પુંજી તેં ગોટાળો કરી નાખ્યો. હવે શું કરવું ? વીરજીને ખુબ પસ્તાવો થવા લાગ્યો.
પુંજીને ખબર પડી ગઈ કે વીરજીને આ બાબતે ખુબ દુઃખ લાગ્યું છે. તેને એમ લાગ્યું કે, શા માટે તેનો ફાયદો ન ઉઠાવવો અને તેનાથી મહેમાનોને એવો પાઠ ભણાવવો કે બીજા કોઈ ફરી આ ઘર તરફ ભવિષ્યમાં સંબંધ કરવા આવવાનું જ ભુલી જાય. તે કંઈક વિચારીને પછી બોલી, હજુ કંઈ ખોટું મોળું થયું નથી. હજુ તેઓ માંડ આપણા ગામના રોડ સુધી જ પહોંચ્યા હશે. તેથી આગળ ગયા નહીં હોય તમે બંને ભાઈ દોડી જાઓ ને તેને સમજાવીને પાછા લઈ આવો.
‘પણ અમે સમજાવીશું કઈ રીતે ? મને તો કંઈ સમજ પડતી નથી..વીરજીએ કહ્યું.
‘એક ભાઈ હાથમાં સાબેલું અને એક ભાઈ હાથમાં સાવરણો લઈને જાઓ. તમને બંનેને સાંબેલું અને સાવરણો લઈને આવતાં જાેશે એટલે તેઓ સમજી જશે કે આપણે તેમનું સાબેલું ને સાવરણો આપવા માંગીએ છીએ.હીરજી-વીરજીને તેની વાત બુધ્ધિપુર્ણ સાચી અને સમજદારીવાળી લાગી.
બસ પછી બીજું જાેઈએ શું ? તે બંને સાબેલું ને સાવરણો લઈ મહેમાનોને મનાવી લાવવા ઉપડયા. હજુ તેઓ થોડેક આગળ ગયાં ત્યાં તો દુર મહેમાનોને જતાં જાેઈ ગયા.હીરજી-વીરજીએ બુમો પાડીને કહ્યું, ‘અરે ! ભાઈ ઉભા રહો, અમે તમને સાબેલું ને સાવરણો આપવા તૈયાર છીએ.’
મહેમાનોને પાછું વળીને જાેયું તો તેમને ખબર પડી ગઈ કે હીરજીને વીરજી બંને ભાઈઓ તેમને સાબેલું ને સાવરણાથી જવાબ આપવા પાછળ આવી રહ્યા છે તેમને પુંજીએ કહેલી વાત યાદ આવી ગઈ. તેથી તેઓ શરીરની બધી તાકાત કામે લગાડી જાણે કે પગ માથે લઈ ભાગવા માંડયા.વીરજી-હીરજીને કંઈ સમજાયું નહીં તે પણ આંખો મીંચી તેમની પાછળ પડયા.હાથમાં સાબેલું ને સાવરણી લઈને દોડતાં બંનેને ફાવતું ન હતું.તેથી તેઓ મહેમાનો કરતાં ઘણા પાછળ રહી ગયા હતા. કારણ કે તેમની દોડવાની ગતિ ધીમી પડી જતી હતી.તેથી બંનેએ સાબેલું અને સાવરણો ફેંકી દીધો અને ખાલી હાથે પુરપાટ તેમની પાછળ દોડયા. તેમને ખાલી હાથે આવતા જાેઈ મહેમાનોને જરા રાહત થઈ. તેમનો શ્વાસ હેઠો બેઠો.તે બધા ઉભા રહ્યા. વીરજીને હીરજીને હવે આપણે પહોંચી વળીશું. કારણ કે હવે તે ખાલી હાથે આવી રહ્યા છે. આ રીતે દોડાદોડને કારણે બધાને શ્વાસ ચડી ગયો હતો. બધા હાંફતા હતા. સહેજ થાક દુર થયો એટલે હીરજીએ કહ્યું, તમે તો બૈરાંઓની વાતથી નકામા નારાજ થયા છો. એક સાબેલું ને સાવરણો શું તમે કહેતા હશો તો સો સાબેલા આપીશું. આપણા જંગલમાં સાબેલા માટેના લાકડાની અને સાવરણા માટે ખજુરીના ઝાડની કયાં ખોટ છે ?
‘મોટા ભાઈ બિલકુલ સાચું કહે છે તમે પાછા ઘેર ચાલો. અમે ઉભાઉભ તમને સો સાબેલાં ને સો સાવરણા બનાવી આપીશું પછી જ સગાઈ કરીશું બરાબર.. ’ હીરજીએ હાથ જાેડીને કહ્યું.
તો શું અમે સો સાબેલાંને સો સાવરણાથી માર ખાવા તમારા કુટુંબમાં સંબંધ કરીએ. અમને આ સંબંધ મંજુર નથી.. છોકરાના બાપે કહ્યું.
‘અમે મારની વાત કયાં કરીએ છીએ, જરૂર તમને કંઈક ગેરસમજ થઈ લાગે છે..વીરજીએ વાત સમજાવતાં કહ્યું.
તો પછી અમારી નજર સામે તમારી પત્ની પુંજી હાથમાં સાંબેલું લઈ તેને તેલનો માલીશ કરીને અને સાવરણાને પંપાળીને અમને કેમ ધમકી આપતી હતી ? છોકરાના બાપે કહ્યું.આ સાંભળી વીરજી-હીરજીને એ વાત સમજતાં વાર ન લાગી કે, આ બધો બખેડો કેમ થયો છે. વીરજીને પોતાની પત્નીની ચાલાકી પર ખુબ જ ગુસ્સો આવ્યો. તેમણે તેના ભત્રીજા સાથેના સંબંધની આખી વાત મહેમાનને સમજાવી અને બધી વાતનો ખુલાસો કર્યો. પછી કહ્યું, અમે તો સગાઈ તમારા દિકરા સાથે જ કરવા માગીએ છીએ. વીરજીએ પોતાની પત્ની તરફથી માફી માગી વેવાઈઓનું મન જીતી લીધું.ઘેર આવીને વીરજી-હીરજીએ સગાઈની તૈયારી કરવા માંડી.પુંજી તેમાં કંઈ જ કરી શકી નહીં. હવે તેનું તેમાં કંઈ ચાલે તેમ ન હતું.
સગાઈ વખતે છોકરાના બાપે હસતાં હસતાં કહ્યું, કેમ વેવાણ હવે સાંબેલાને માલીશને સાવરણાને પંપાળવાની બાકી વિધિ કયારે કરવાની છે ?
આ સાંભળી પુંજી ખુબ જ ભોંઠી પડી. તેણે સૌની માફી માગી.
નટવર હેડાઉ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.