ડીસા નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં ફોગિંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા  : ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. અધૂરામાં પૂરું હાલમાં ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે કોરોના વાયરસની મહામારી વચ્ચે અન્ય કોઈ બિમારીના ફેલાય તે હેતુથી ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીની સુચનાથી શુક્રવારે સવારથી જ સમગ્ર શહેરમાં ફોગીગની કવાયત હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાની ગાડી શહેરના તમામ વિસ્તારોમાં ફરીને ફોગીગ કરવામાં આવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. કોરોના વાયરસની મહામારી વચ્ચે નગરપાલિકા દ્વારા અન્ય કોઈ બિમારીના ફેલાય તે માટે તકેદારીના ભાગરૂપે આજે ફોગીગ કરવામાં આવ્યું છે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. દવાના છંટકાવ સાથે ફોગિંગ હાથ ધરવામાં આવતા સમગ્ર શહેરમાં ધુમાડાના ગોટેગોટા બજારમાં નજરે પડ્યા હતા. ખાસ કરીને ભીડભાડવાળી જગ્યા એટલે ડીસાની તમામ સરકારી કચેરીઓના કમ્પાઉન્ડમાં પણ નગરપાલિકા દ્વારા ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.