અમીરગઢના બાલુન્દ્રા ગામે પ્રેમ પ્રકરણમાં બાળકનો ભોગ લેવાયો

ગુજરાત
ગુજરાત

રખેવાળ ન્યુઝ અમીરગઢ : મળતી માહિતી અનુસાર અમીરગઢના બાલુન્દ્રા ગામે રહેતા કેવાભાઈ નારણજી જગાજી રબારીની પુત્રી મફીબેનના ૩ વર્ષ અગાઉ કિડોતર ગામે લગ્ન કર્યા હતા. જે ૧૫ દિવસ અગાઉ પોતાના પિયર બાલુન્દ્રા આવી હતી. પિયરથી પાછી પોતાને સાસરે કિડોત જતા હતા ત્યારે તેમની માતાએ તેમને ઇકબાલગઢથી રીક્ષામાં બેસાડી હતી. મોડી સાંજે તે પોતાના ઘરે પહોંચી છે કે નહીં તેની ખાતરી કરવા માટે તેમના ભાઈએ મફીબેનના સાસરીમાં ફોન કરીને પૂછતા જાણવા મળેલું કે અંધારું થવા આવ્યું છે અને હજુ સુધી મફીબેન અને તેમનું ૬ માસનું બાળક ઘરે પહોચેલ નથી. જેથી મફીબેનના પિતા કેવાભાઈને તેમની પુત્રી અને તેના બાળકની ચિંતા થવા લાગી હતી. તેથી તેમને આજુબાજુ સમગ્ર વિસ્તારમાં શોધખોળ શરૂ કરી દીધી હતી. પરતું કોઈજ અતોપતો ના મળતા તેમને તેમના કુટુંબી ભાઈ અને સગાને જાણ કરતા બધા ત્યાં આવી ગયા અને શોધખોળ કરતા હતા. એવામાં જ તેમના ભાઈને ખબર પડી કે તેમના ગામનો શંકરભાઇ ટીલાજી રબારી રહે બાલુન્દ્ર પણ ઘરે હાજર નથી. તેનુ બાઇક પણ નથી. તેમને શંકા જતા તેમને તેમના ઘરવાળાને જાણ કરીને બોલાવ્યા અને સમગ્ર ઘટનાની જાણ કરી ત્યાર બધા મળી શોધવા લાગ્યા પરંતુ કોઈ જ જાણ ના થતા મફીબેનના પિતા કેવાજી એ અમીરગઢ પોલીસને અરજી કરીને જાણ કરી હતી. ત્યારબાદ અમીરગઢ પોલિસને આજ રોજ આંબાપાણી ગોળીયા જવાના ત્રણ રસ્તેથી મફીબેન અને શંકરભાઈ તેમજ મફીબેનનો ૬ માસનો પુત્ર વિષ્ણુ મૃત હાલતમાં મળી આવેલ છે તેવા સમાચાર મળ્યા અને ત્યાર બાદ મફીબેનને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ૨૦ /૭/૨૦૨૦ ના રોજ શંકરભાઈ તેમને ઇકબાલગઢ મળ્યા હતા અને તે પોતે અમીરગઢ જઇ રહ્યા હોવાનું કહીને મફીબેનને પોતાની બાઇક પાછળ બેસાડીને બાલારામના જંગલમાં લઈ ગયા અને ત્યારબાદ સ્વરૂપગંજ અને ત્યાં આમ તેમ ફરીને ૨ થી ૩ દિવસ કાઢ્યા અને ત્યાર બાદ પોતાના ખેતર આજુબાજુના વિસ્તારમાં મફીબેનના બાળકને તેનાથી દૂર લઈ જઈ તેની જ આંખોની સામે ગળે ટૂંપો આપી મારી દીધો અને કેહવા લાગ્યો કે હવે આપણા બન્ને વચ્ચેનો કાંટો દૂર થઈ ગયો હવે આપણે જોડે રહીશું એન હું તને મારી પત્ની બનાવીને રાખીશ. જ્યારે આ બધુ મફીબેને પોતાના બાળકને કેમ માર્યો પૂછતા તેને કહ્યું કે હવે તારે પણ મારી સાથે જ રહેવું પડશે એને નહીં રહે તો તને પણ તારા પુત્રની જેમ મારી નાખીશ અને મફીબેન ડરી જતા સમગ્ર ઘટના ઘરે આવીને કહી હતી. આ અંગે અમીરગઢ પોલીસે મૃત હાલતમાં મળેલા બાળકની લાશને પીએમ અર્થે અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી હતી અને સમગ્ર રબારી સમાજના ટોળેટોળાં ધસી આવ્યા હતા અને ન્યાયની માંગણી કરી હતી. અમીરગઢ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ પો.સ.ઈ. ઝાલાએ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.