![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/07/Untitled-139.jpg)
ઝારખંડમાં માસ્ક ફરજિયાત, નહીં તો બે વર્ષની જેલ, ૧ લાખ સુધી દંડ
કોરોના સંક્રમણ રોકવા માટે ઝારખંડ સરકારે રાજ્યમાં દરેકના માટે માસ્ક ફરજિયાત કરી દીધું છે. મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં બુધવારે મંત્રીમંડળની બેઠકમાં ઝારખંડ સંક્રામક રોગ અધ્યાદેશ, ૨૦૨૦ મંજુર કરાયો.
નવા કાયદામાં કોરોનામાં લૉકડાઉનના નિયમોના ઉલ્લંઘન પર બે વર્ષ સુધીની જેલ અને રૂ.૧ લાખ સુધીના દંડની જોગવાઈ કરાઈ છે. અન્ય રાજ્યોમાં હજી ૨૦૦-૫૦૦ સુધી જ દંડ લેવામાં આવે છે. ઝારખંડે પહેલીવાર આટલા મોટા દંડ-કેદની જોગવાઈ કરી છે.