મહેસાણા: અનલોકમાં કોરોના બેફાટ, નવા 24 દર્દીમાં મોટાભાગે પુરૂષો 

મહેસાણા
મહેસાણા

મહેસાણામાં આજે ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે નવા 24 દર્દીઓ ઉમેરાતાં નવા સંક્રમણ કેન્દ્રો સામે આવ્યા છે. આ તરફ જીલ્લામાં રાહતના સમાચાર કહી શકાય તેમ આજે 19 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડી તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ હવે કાબૂ બહાર જઇ રહ્યુ છે. આજે જીલ્લામાં સૌથી વધુ 20 પુરૂષ અને 4 સ્ત્રી સાથે કોરોનાના નવા 24 દર્દીઓનો ઉમેરો થયો છે. આ તરફ નવા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોમાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આજે મહેસાણા શહેરમાં 8, મહેસાણાના સાલડી અને પાંચોટમાં 1-1, કડી શહેરમાં 1, વડનગર શહેરમાં 1, વિસનગર શહેરમાં 2, વિસનગર તાલુકાના રાઠોડીપુરામાં 1, દેણપમાં 1, ગોઠવામાં 2, ખરવડામાં 1, ઊંઝા તાલુકાના ઉનાવા અને દાસજમાં 1-1, જોટાણા તાલુકાના ખદલપુર અને મુદરડામાં 1-1, વિજાપુર તાલુકાના હિરપુરામાં 1 મળી નવા 24 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગે કોવિડ ગાઇડલાઇન મુજબ તમામ દર્દીઓના એકદમ નજીક અને દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી છે. આ તરફ જીલ્લામાં આજે એકસાથે 19 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. મહેસાણા જીલ્લામાં અત્યાર સુધી કોવિડ-19 અંતર્ગત કુલ 8912 સેમ્પલ લેવામાં આવ્યા બાદ 8019 સેમ્પલ નેગેટીવ આવ્યા છે. જેમાં આજે આવેલા 228 સેમ્પલના રીઝલ્ટમાં 215 સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. આજે સરકારી લેબમાં 13 અને ખાનગી લેબમાં કોરોનાના 11 કેસ સામે આવ્યા છે. જીલ્લામાં હાલ કોરોનાના 255 કેસ એક્ટિવ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.