સાઈકો થેરાપીસ્ટ નવજાત બાળકોને થતો કમળો

સંજીવની
સંજીવની

ગર્ભમાં ૯ મહિના પૂરા કરતાં પહેલા જે બાળકો પેદા થાય છે તેમને કમળો થવાનું જોખમ રહે છે. ગંભીર પરિસ્થિતિઓમાં નવજાત શિશુઓને કમળો ઘાતક પણ થઇ શકે છે તથા બ્રેન ડેમેજ થવાની પણ આશંકા રહે છે. આ બીમારીમાં નવજાત શિશુઓની ત્વચા અને આંખો પીળી થઇ જાય છે. સમય પહેલા જન્મ થવાથી શિશુનું લિવર પરિપક્વ ન હોવાને કારણે લોહીમાં રહેલા પિત્તનો નિકાલ થઇ શકતો નથી. લોહીમાં પિત્ત વધી જવાના કારણે કમળો થાય છે

આ એક સામાન્ય સમસ્યા છે જે સમયથી પહેલા જન્મ થનારા બાળકોમાં જોવા મળે છે. મોટાભાગના કેસોમાં મામૂલી ઇલાજ બાદ ફાયદો થઇ જાય છે. પિત્ત વધારે હોવાથી કમળો જીવલેણ પુરવાર થવાનો ખતરો રહે છે અને ઇલાજ ન થાય તો બ્રેન ડેમેજ પણ થઇ જાય છે.
ક્યારે અને કઇ રીતે ચેક કરવો જન્મ થયાના બીજાથી ચોથા દિવસની વચ્ચે બાળકમાં કમળાના લક્ષણો દેખાવા લાગે છે.

જો શિશુના કપાળ પર અથવા નાકને દબાવતા ત્વચા જો પીળી દેખાવા લાગે તો સમજી લેવું કે શિશુને આછો કમળો થવાની અસર દેખાવા લાગે છે. કમળાની ઓળખ માટે શિશુરોગ નિષ્ણાતથી જ અંતિમ પુષ્ટિ કરાવવી જોઇએ. શિશુના જન્મના ત્રીજા દિવસે તથા સાતમા દિવસ કમળાની તપાસ થવી જોઇએ કારણ કે આ જ દિવસોમાં લોહીમાં પિત્ત પોતાના ચરમ પર હોય છે. જો બાળકને ૭૨ કલાકની અંદર જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હોય તો બે દિવસ પછી ફરીથી હોસ્પિટલમાં લાવીને બાળકની તપાસ કરાવવી જોઇએ.

ગંભીર લક્ષણો બાળકમાં કમળાના આ ગંભીર લક્ષણો સામે આવતા જ હોસ્પિટલમાં દાખલ કરવું જોઇએ. ધ્યાન રહે કે બાળકને થતા કમળાનો ઇલાજ કોઇ પણ પ્રકારના ભૂવા કે બાપુ પાસે કરાવવો ન જોઇએ. ૧. બાળકની ત્વચા વધારે પીળી દેખાય છે ૨. પેટ, હાથ અને પગની ત્વચા સામાન્યથી વધારે પીળી દેખાઇ રહી હોય ૩. આંખો પીળી દેખાવા લાગે, બાળક બીમાર લાગી રહ્યું હોય તથા માંડ આંખો ખુલી રહી હોય ૪. દૂધ ઓછુ પી રહ્યું હોય તથા વજન પણ વધી રહ્યું ન હોય

૫. બાળક જોરથી રડી રહ્યું હોય અન્ય કારણોસર પણ કમળો થાય છે ૧. આંતરિક રક્તસ્ત્રાવ ૨. લોહીના રક્તમાં સંક્રમણ ૩. વાયરલ અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન ૪. માતાના લોહી અને બાળકના લોહીમાં સમાનતા ન હોવી ૫. કોઇ કારણસર લીવર યોગ્ય રીતે કામ ન કરી શકતું હોય ૬. એન્ઝાઇમની કમી હોવી ૭. બાળકના લાલ રક્ત કણોમાં એબ્નોમિર્લિટી હોવી ૮. પાચનક્રિયા અને મળત્યાગની પ્રક્રિયામાં ખરાબી હોવી ૯. પ્રસવ વખતે શિશુની ત્વચા છોળાઇ જવી પણ એક મહત્વપૂર્ણ કારણ છે કારણ કે આ કારણે વધારે માત્રામાં લાલ રક્ત કોશિકાઓમાં બ્રેકડાઉન હોય છે જેના કારણે પિત્ત વધી જાય છે.

તીવ્ર તડકો નહીં, સામાન્ય પ્રકાશ જોઇએ સમયથી પહેલા જન્મ લેનાર કે ઓછુ વજન ધરાવતા કે યોગ્ય રીતે પોષણ ન પામનારા નવજાતોમાં હંમેશા આ કમળો સામે આવે છે. આ એક અત્યંત સામાન્ય લક્ષણ છે અને ૬૦-૭૦ ટકા મામલાઓમાં આ માટે કોઇ ઇલાજની પણ આવશ્યકતા રહેતી નથી. ૩૦-૩૫ ટકા કેસોમાં આ ઇલાજથી એકદમ ઠીક થઇ જાય છે અને માત્ર ૨-૩ ટકા મામલાઓમાં આ જીવેલણ સાબિત થઇ શકે છે. ગંભીર કેસોમાં બ્લડ એક્સચેન્જની આવશ્યકતા હોઇ શકે છે. ગર્ભમાં જ હીમોગ્લોબીનના સ્તરનું વધી જવું આ બીમારી થવાનું સૌથી સામાન્ય કારણ છે જે બાળકના ગર્ભથી બહાર આવ્યા બાદ બિલિરૂબીનના અસંતુલિત સ્તરના રૂપમાં સામે આવી શકે છે.

સામાન્ય રીતે બાળકોને સામાન્ય પ્રકાશમાં રાખવા માટે કહેવામાં આવે છે જે માટે સવારના આછો તડકો સૌથી સારો વિકલ્પ હોય છે. આ ઉપરાંત બાળકને માતાનું દૂધનું પર્યાપ્ત પોષણ મળવું અને બાળકમાં ડિહાઇડ્રેશનની સ્થિતિ ન આવે તે માટે નિરંતર પ્રયાસો કરવા જોઇએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.