અરવલ્લીમાં રૂ. ૩૯.૧૭ લાખના ખર્ચે નવિન ૧૨ યોજનાઓ થકી પાણીના નવા સ્ત્રોત ઉભા કરાશે

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ, અરવલ્લી : અરવલ્લી જિલ્લાના અંતરીયાળ ગામડાઓમાં તેમજ આદિજાતિ વિસ્તારોમાં પીવાના પાણી મળી રહે તે માટેના આયોજન અંગેની બેઠક જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબદકરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી અરવલ્લીમાં નર્મદાના નીર થકી પીવાના તેમજ સિંચાઇના પાણી ખેડૂતો તથા લોકોને મળી રહ્યા છે. ત્યારે આદિજાતિ વિસ્તારમાં છુટાછવાયા રહેતા લોકોને પીવાના પાણીની અછત ન વર્તાય તે હેતુથી જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ ધ્વારા લોકોને પાણી મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં વાસ્મો દ્વારા ૧૦૧૯ પૈકી ૮૪૫ યોજનાઓ પૂર્ણ કરી લોકોના ઘર આંગણે પીવાના પાણીની વ્યવસ્થા પુરી પાડી છે. જેમાં બાયડ, માલપુર અને મેઘરજમાં રૂ. ૩૯.૧૭ લાખના ખર્ચે તૈયાર થનાર નવિન ૧૨ યોજનાઓ અમલી બનશે જેના થકી ૫૨૨ ઘરના આંગણે પીવાનું પાણી ઉપલબ્ધ થશે.આ યોજનામાં બાયડના અહમદપુરા, અજબપુરા, દેસાઇપુરા કંપા, મુનજીના મુવાડા, અને રૂગ્નાથપુરા માલપુરના જુના તખતપુરા, શીકારવાડી (જેશીંગપુર) સરદારખાંટની મુવાડી અને નવાગામની આદિવાસી ફળી જયારે મેઘરજ તાલુકાના બાદરતળાના છાપરા, રાંજેડી (ડેલીગેટ ફળી) અને રેલ્લાવાડા ગામનો સમાવેશ કરાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.