ડીસા માર્કેટયાર્ડના કર્મચારીઓએ પણ કાળી પટ્ટી ધારણ કરી, સરકારના બજાર ધારા સુધારાના વટહુકમનો વિરોધ 

બનાસકાંઠા
બનાસકાંઠા

સમગ્ર ગુજરાતમાં ૨૨૪ માર્કેટયાર્ડના હજારો કર્મચારીઓ દ્વારા ખેડૂતોને આર્થિક નુકશાન ન થાય તેને ધ્યાને રાખી પોતાની ફરજ ઉપર રહી કાળી પટ્ટી ધારણ કરી સરકારના વટહુકમનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે જેના ભાગ રૂપે ડીસા માર્કેટયાર્ડના કર્મચારીઓ પણ વિરોધમાં જોડાયા હતા. ગત તારીખ ૬/૫/૨૦ના રોજ રાજ્ય સરકારે બજાર ધારા માં વટહુકમ દ્વારા ૨૬ જેટલા સુધારા અમલી બનાવ્યા છે જોકે તેને ચોમેરથી આવકાર સાંપડ્યો હતો પરંતુ આ સુધારા પેકી અમુક સુધારા બજાર સમિતિના કર્મચારીઓના હિત ઉપર અને બજાર સમિતિઓની આર્થિક સ્થિતિ ઉપર પ્રતિકૂળ અસરો સર્જે છે આ ઉપરાંત બજાર સમિતિના કર્મચારીઓની નિમણૂક નિયામક દ્વારા મંજુર કરેલ સ્ટાફ શિડયુલની મર્યાદામાં નિયમાનુસાર થયેલ છે જે અનુસાર બજાર સમિતિના કર્મચારીઓની આર્થિક હિતની જાળવણી કરવાની અને નોકરીની સલામતી પુરી પાડવી એ રાજ્ય સરકારની ફરજનો ભાગ છે આ તમામ બાબતો ને લઈ કર્મચારી સંઘ દ્વારા ૨૮/૫/૨૦ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ૧૭/૬/૨૦ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી આ બાબતે રજુઆત કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી સરકાર તરફથી કોઈપણ પ્રકારનો લેખિત કે મૌખિક જવાબ આપવામાં આવ્યો નહતો. જેને લઈ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.જે પ્રસંગે ડીસા ખાતે મંડી કર્મચારી કલ્યાણ મંડળ સંઘ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘ અમદાવાદના પ્રમુખ અજીતસિંહ ચન્દ્રસિંહ અટોદરીયા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.