લોકડાઉનમાં મજૂરોની અછત હોવા છતાં વેસ્ટર્ન રેલવેને ૨,૪૮૨ કરોડની આવક થઈ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લોકડાઉનમાં ભારતના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત આટલા લાંબો સમય સુધી રેલવે બંધ રહી છે. પણ આ દરમિયાન પશ્ચિમ રેલવેએ સતત પોતાની ગુડ્સ ટ્રેન ચલાવી અને અન્ય રાજ્યોમાં દૂધ, દવા અને અન્ય વસ્તુઓ પહોંચાડી હતી. જેમાં કુલ ૨,૪૮૨ કરોડની આવક મેળવી છે. હજી પણ રેલવે ટિકિટ રિફન્ડ કરવાની પ્રક્રિયા ચાલુ છે, જેમાં મુંબઈ ઝોન જ ૧૯૦ કરોડ રૂપિયા રિફન્ડ ચુકવવું પડશે.

૨૨ માર્ચથી લાગુ થયેલ સંપૂર્ણ લોકડાઉન અને ત્યારબાદ આંશિક લોકડાઉન દરમિયાન મજૂરોની અછત હોવા છતાં, પશ્ચિમ રેલ્વે તેની ગુડઝ ટ્રેનો દ્વારા દેશભરમાં જરૂરી અતિઆવશ્યક સામગ્રી મોકલી રહી હતી. જેના દ્વારા ૨,૪૮૨ કરોડ રૂપિયાથી વધુની નોંધપાત્ર આવક પ્રાપ્ત થઈ છે. આ વિશેષ ટ્રેનમાં POLના ૧૦૪૪, ખાતરોના ૧૫૭૩, મીઠાના ૫૨૭, અનાજનો ૯૮, સિમેન્ટના ૭૨૦, કોલસાના ૩૮૫, કન્ટેનરના ૪૬૧૭ અને સામાન્ય માલના ૪૬ રેકો સહિત કુલ ૧૯.૫૧ મિલિયન ટનવાળી વિવિધ ગુડઝ ટ્રેનોને ઉત્તર પૂર્વીય પ્રદેશો સહિત વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી હતી. આ સિવાય, મિલેનિયમ પાર્સલ વાન અને દૂધની ટાંકી વેગન્સના વિવિધ રેક, દવાઓ, તબીબી કીટ, સ્થિર ખોરાક, દૂધની પાવડર અને પ્રવાહી દૂધ જેવી વિવિધ આવશ્યક ચીજવસ્તુઓની માંગ મુજબ સપ્લાય કરવા અન્ય પ્રદેશોમાં મોકલવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.