42 આંજણા ચૌધરી સમાજને વ્યસન મુક્તિ સાથે સુદ્રઢ સ્વસ્થ અને શિક્ષિત બનાવવા પર ભાર મૂકાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા 42 આંજણા ચૌધરી સમાજનું મહિલા સંમેલન ઇડરના કાનપુરમાં યોજાયું હતું. જેમાં મોટીસંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. સંમેલનમાં સમાજમાં નાના-મોટા બદલવાની જરૂરિયાત હોવાની વાત કરી દીકરીઓની ઘટતી જતી સંખ્યા સામે મહિલાઓએ વિવિધ રજૂઆતો કરી હતી. જેમાં સૌથી વધુ સમાજને વ્યસન મુક્તિની સાથે સાથે સુદ્રઢ સ્વસ્થ અને શિક્ષિત બનાવવા પણ ભાર મૂકાયો હતો. સાબરકાંઠા જિલ્લાના 4 તાલુકાઓ હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા અને વડાલીમાં રહેતા 42 આંજણા ચૌધરી સમાજને એકમંચ પર લાવવાની મુહીમે સમગ્ર સમાજને સમૂહલગ્ન બાદ સામાજિક રિતરિવાજમાં બદલાવવા માટે વિશેષ પ્રયત્ન હાથ ધર્યા બાદ કોર કમિટીની રચના બાદ 4 તાલુકાઓના 42 ગામ એક મત થઈ શક્યા હતા. જેમાં કોર કમિટીના પ્રમુખ તેમજ ભાણપુરના પૂર્વ સરપંચ દલજીભાઈ પટેલે વિશેષ પ્રયત્ન હાથ ધરી સમાજમાં ચાલી રહેલા કુરિવાજોમાં બદલાવ મામલે વિશેષ પ્રયાસ હાથ ધર્યો હતો. જેના પગલે રવિવારે ઇડરના કાનપુરમાં યોજાયેલા સંમેલનમાં 42 ગામની પ્રતિનિધિ સ્વરૂપ મહિલાઓએ પોતપોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. જેમાં સૌથી વધુ અભિપ્રાય વ્યસન મુક્તિની સાથે સુદ્રઢ સ્વસ્થ અને શિક્ષિત સમાજ બનાવવા ઉપર ભાર મૂકાયો હતો. સાથોસાથ સમાજમાં નાના-મોટા બદલાવ કરવાની જરૂરિયાત હોવાની વાત કરી દિન પ્રતિદિન દીકરીઓની ઘટતી જતી સંખ્યા સામે મહિલાઓએ પણ વિવિધ રજૂઆતો કરી હતી. આ તબક્કે કોર ટીમ વતી દલજીભાઈ પટેલે જાહેરાત કરી હતી કે આગામી 30 મે ના દિવસે સમગ્ર 42 ગામના ચૌધરી પરિવારો માટે એક વિશેષ પ્રયાસ હાથ ધરાશે જે પાયારૂપ ભૂમિકાઓ માટે મહત્વનો બની રહેશે. સાથોસાથ તમામ 42 ગામના આંજણા ચૌધરી પરિવારો આગામી સમયમાં એક રૂપ બની રહે તે માટે હવે સમૂહ લગ્નોત્સવ સહિત સમગ્ર સમાજને એકરૂપ બનાવવા તમામ પ્રકારના પ્રયાસો હાથ ધરાશે તેમજ 42 ગામ સહમત હોય તેવા નિયમો બનાવી ઘર દીઠ નિયમાંવલી પહોંચાડાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.