શરીરનું તેમજ વાતાવરણનું તાપમાન જાણનાર થર્મોમીટર

રસમાધુરી
રસમાધુરી

થર્મોમીટરની શોધ ઈટાલીના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ગેલેલીયો એ લગભગ વર્ષ ૧પ૯૩માં કરી હતી. તેમણે સૌ પ્રથમ વાયુના તાપમાન માપવાવાળા થર્મોમીટરની શોધ કરી હતી. વર્ષ ૧૭૧૪ માં ગેલેલીયોના થર્મોમીટરથી પ્રભાવિત થઈને જર્મનીના એક ભૌતિક શાસ્ત્રી ગ્રૈબીલ ફોરેનહાઈટ શરીરના તાપમાનને માપતું એક થર્મોમીટર બનાવ્યું જે ફેરનહીટ થર્મોમીટર તરીકે ઓળખાય છે.
શરીરનું તાપમાન જાણવાને માટે એક વિશેષ પ્રકારના પારાનું થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ થર્મોમીટરને જ્યારે જીભની નીચે અથવા બગલમાં મુકીને શરીરનું તાપમાન જાણી શકાય છે. જ્યારે શરીર ગરમ હોય છે ત્યારે થર્મોમીટરનો પારો નળીમાં ઉપર ચઢીને શરીરના તાપમાન અનુસાર એક નિશ્ચિત સ્થાન પર પહોંચીને અટકી જાય છે. આ પ્રકારે અમુક સમયના અંતરે થર્મોમીટર હટાવીને આસાનીથી શરીરનું તાપમાન જાણી શકાય છે. પારાને નીચે ઉતારવાને માટે પાંચ છ ઝટકા આપવામાં આવે છે. જેના દ્વારા પારો પોતાના મુળ સ્થાને આવી જાય છે.
કેટલાક અન્ય પ્રકારના થર્મોમીટર વિશેષ ધાતુઓના તારોમાંથી બનાવવામાં આવે છે. આ થર્મોમીટર તારોની કુંડળીના ખેંચાવાથી અને ઢીલાશ પડવાના કારણે તાપમાન જાણી શકાય છે. જ્યારે તે તાપમાન વધે છે ત્યારે તારોનું ઝુમખું ટાઈટ થઈ જાય છે અને જ્યારે તાપમાન ઘટે છે ત્યારે તે ઢીલું પડી જાય છે. તારના ઝુમખાના એક છેડે નિર્દેશક લગાવેલું હોય છે.આ નિર્દેશક એક અંકીત કરેલા ડાયલ પર ગોળ ફરતા તાપમાન બતાવે છે. કેટલાક થર્મોમીટરોમાં નિર્દેશકોના છેવાડે પેન્સીલ લગાવેલી હોય છે. જેની મદદથી તે કાગળ પર ગ્રાફ બનાવીને તાપમાનના વધવા ઘટવાના આંકડા અંકીત કરે છે.
તાપમાન ડીગ્રીમાં માપવામાં આવે છે પરંતુ બધા થર્મોમીટરોની ડીગ્રીઓનો ગ્રાફ એકસરખો હોતો નથી. ઔદ્યોગિક ક્ષેત્રના દરેક ઉત્પાદન અને નિયંત્રણ કાર્યમાં જુદા પ્રકારના થર્મોમીટરની જરૂર પડે છે. વર્તમાનમાં અનેક પ્રકારના થર્મોમીટર પ્રચલિત છે. જે અનેક કાર્યોના ઉપયોગમાં આવે છે. આલ્કોહોલ થર્મોમીટર નિમ્ન તાપમાન માપવાને માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
આ થર્મોમીટરમાં કાચની પાતળી છીંદ્રવાળી નળીમાં આલ્કોહોલ ભરવામાં આવે છે.જેમાં થોડોક લાલ રંગ ઉમેરવામાં આવે છે. કારણ કે માપપટ્ટી પર આસાનીથી તાપમાન જાણી શકાય છે.
ગરમીના કારણે આલ્કોહોલનું વિસ્તરણ થાય છે અને ઠંડીમાં તેનું સંકોચન થાય છે. એનો ઉપયોગ મૌસમનું તાપમાન જાણવાને માટે થાય છે. અન્ય અનેક પ્રકારના થર્મોમીટરમાં પારાનો ઉપયોગ કરવામાં આવે છે. પારો પણ ગરમી ઠંડી મેળવીને તેનામાં વધઘટ થતી જાેવા મળે છે. પારાવાળા થર્મોમીટરનો ઉપયોગ ૩૦૦ ડીગ્રી સેલ્સીયસ સુધી તાપમાન જાણવાને માટે થાય છે. આજના યુગમાં તો ડીજીટલ થર્મોમીટર પણ બજારમાં મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.