જગાણા ગામમાં બરોડા બેંકમાં બાકોરૂ પાડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર  : પાલનપુર નજીક જગાણા ગામમાં આવેલી બેંક ઓફ બરોડામાં રવિવારે અજાણ્યા તસ્કરોએ રાત્રે બાકોરૂ પાડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. તસ્કરોની હરકતો સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે બેંક સત્તાધિશો એ પોલીસ ફરિયાદ નોંધાવી ન હોવાના અહેવાલ સાંપડ્યાં છે.
જગાણા ગામે આવેલી બેંક ઓફ બરોડામાં રવિવારે રાત્રે ૧૧ વાગે બાકોરૂ પાડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કરતા હડકંપ મચી ગયો છે. મધરાત્રે પ્રવેશેલા ૨૭ થી ૨૮ વર્ષના ચોરોએ રાત્રે બેંકમાં ઘુસી ટોર્ચ વડે તપાસ હાથ ધરી હતી. જેમાં કોમ્પ્યુટર ચોરીને તેણે બહાર મુક્યા હતા પણ લીધા વગર ચોર જતા રહ્યા હતા.
ઘટનાની જાણ સવારે બેંક સત્તાધીશોને થતા પોલીસને બોલાવી તપાસ કરાઈ હતી અને સીસીટીવી ચેક કરતા અંદરની ચોરની હરકતો કેદ થઈ હતી. પોલીસે મોડા સુધી આ મામલે કોઇ ગુનો નોંધ્યો ન હતો. ગામ લોકોએ જણાવ્યું કે બેંકમાં સીસીટીવી લાગેલા છે. જેથી મજૂર જેવા લાગતા ચોરની હરકતો દેખાઈ છે. ચોરી કરતા પહેલા બેંકની પાછળ બાકોરૂ પાડ્યું હતું અને ત્યાં બેસી ઈંડા પણ ખાધા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.