કોરોના સંક્ટ : ૨૪ કલાકમાં નવા ૩૭,૧૪૮ કેસ નોંધાયા, ૫૮૭ના મોત

ગુજરાત
ગુજરાત

ન્યુ દિલ્હી : સમગ્ર દેશમાં અનલોક-૨ના ૨૦ દિવસે રવિવાર કરતાં ઓછા એટલે કે ૩૭,૧૪૮ કેસો નોંધાયા હતા. રવિવારે ૪૦ હજાર કરતાં વધારે કેસો સામે આવ્યાં હતા. તેથી તેની સરખામણીએ ગઇકાલે સોમવારે ઓછા કેસો નોંધાતા સત્તાવાળાઓને કંઇક રાહત મળી છે. જાે કે આ જ સમયગાળામાં વધુ ૫૮૭ના મોત થયા છે. આજે મંગળવારે સવારે છેલ્લાં ૨૪ કલાકના આંકડા જાહેર કરવામાં આવ્યાં હતા. જેમાં કેસો ૪૦ હજારની નીચે પણ ૩૫ હજારની ઉપર રહ્યાં છે. સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યાં છે. આ સાથે જુ હવે ભારતમાં કુલ કેસો ૧૧,૫૫,૧૯૧ પર પહોંચી ગયો છે. સારવાર હેઠળના કેસોની સંખ્યા ૪ લાખથી ઉપર ૪,૦૨,૫૨૯ થઇ છે અને સાજા થનારાઓની સંખ્યા ૭ લાખથી ઉપર ૭,૨૪,૫૭૮ થઇ છે. કેસો વધતાં કેટલાક શહેરોમાં આંશિક લોકડાઉન ચાલી રહ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૫૮૭ લોકોના મોત થયા છે અને ૩૭,૧૪૮ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૧,૫૫,૧૯૧ પર પહોંચી છે અને ૨૮,૦૮૪ લોકોના મોત થયા છે. ૭,૨૪,૫૭૮ લોકો સાજા થઈ ગયા છે અને ૪,૦૨,૫૨૯ એક્ટિવ કેસ છે. દેશમાં ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૫૮૭ લોકોએ પોતાના જીવ ગુમાવતાં મૃતકોની સંખ્યા વધીને ૨૮,૦૮૪ પર પહોંચી ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.