પેટ્રોલ ભરાવવા ગાડી ધીમી પાડી ને પાછળથી કારે ધડામ કરતી ઠોકી, 5 ગુલાંટી ખાઈ ગયા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ નજીક દલપુર પાસે ગુરુવારે વહેલી સવારે અમદાવદથી ઇડર ઓડ પરિવારની લગ્નની જાનનો કાફલો જતો હતો. દરમિયાન વરરાજા અને તેના ભાઈની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં વરરાજા સહિત 6 જણાને ઈજા થઇ હતી. જેમાં ચાર ગંભીર ઈજાગ્રસ્તોને હિંમતનગર સારવાર આપ્યા બાદ અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અક્સમાતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદની સિવિલ ચાર રસ્તા પાસે મોહન સિનેમા નજીક ઓડ પરિવારની વરરાજા રીધમ વિનોદભાઈ ઓડની જાનમાં કારનો કાફલો લઈને પરણવા ગુરુવારે સવારે નીકળ્યા હતા. સાથે વરરાજાની માતા હિરલબેન વિનોદભાઈ ઓડ, દાદાજી બાલાજી ઓડ, મોટુંભાઈ ઓડ અને અન્ય સંબંધીઓ વરરાજાની કાર અને પાછળની બીજી કારમાં બેઠા હતા. કારના કાફલા સાથે લગ્નની જાન ઇડરમાં પંડ્યા સોસાયટીમાં જઈ રહી હતી.

દરમિયાન પ્રાંતિજથી હિંમતનગર નેશનલ હાઈવે નં. 8 પર આવેલા સલાલ પાસેના દલપુર નજીક રોડ પર કાફલામાં જતી કાર પૈકી વરરાજાની કાર અને તેના ભાઈની કાર વચ્ચે ગુરુવારે સવારે 8:16 મીનીટે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે નજીકના પેટ્રોલ પંપમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થયો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.