ખેડબ્રહ્મા પોલીસે મોટર સાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે શખ્સોને ઝડપી લીધા

સાબરકાંઠા
સાબરકાંઠા

ખેડબ્રહ્મા પોલીસ વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે મોટર સાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને પરોયા નજીકથી ઝડપી લઇ 6 મોટર સાયકલ કિંમત રૂપિયા 1 લાખ 1 હજારનો મુદ્દામાલ ઝડપી લીધો હતા. પોલીસે મોબાઇલ પોકેટ ક્રોપ તથા આઇસીજેએસની મદદથી ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટર સાયકલ ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

ખેડબ્રહ્મા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ખેડબ્રહ્મા પીએસઆઇ જે.આર. દેસાઇના માર્ગદર્શન હેઠળ એએસઆઇ વિષ્ણુભાઇ, અમરાજી, વાસુદેભાઇ, વિકાસકુમાર, ઇન્દુભાઇ, પ્રદિપસિંહ સહિત સ્ટાફના માણસો ખેડબ્રહ્માથી પરોયા જતા રોડ પર વાહન ચેકીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે, બે શખ્સો ચોરીની મોટર સાયકલ લઇને આવી રહ્યાં છે.

જેને લઈને વાહન ચાલકને રોકીને પુછપરછ કરતા શખ્સે પોતાનુ નામ તુલસી મણીદાસ તરાલ તથા બાઇકની પાછળ બેઠેલો શખ્સ બળવંત ઉર્ફે રાજુ લુકાભાઇ તરાર હોવાનુ માલમુ પડ્યું હતું. જોકે આ બંને શખ્સો પાસે બાઇકની માલિકીના પુરાવા માંગતા કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. વધુ પુછપરછ કરવામાં આવી હતી અને પોકેટ ક્રોપ મોબાઇલ અંતર્ગત ઓનલાઇન તપાસ કરવામાં આવતા ઇડર પોલીસ સ્ટેશનમાં ચોરીની બાઇક અંગે ગુનો નોંધાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.