રાજયમાં કોરોનાના નવા ૯૯૮ કેસ : ૨૦ ના મોત

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : રાજ્યમાં સતત આઠમા દિવસે કોરોના પોઝિટિવનો આંકડો ૯૦૦ને પાર ૧૦૦ ની પાસે જઈ અટક્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૩૬૯ વ્યક્તિઓના કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતાં ૯૯૮ વ્યક્તિઓના પોઝિટિવ રિર્પોટ આવ્યાં હતાં.આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો ૪૯ હજારને પાર થઇ ૪૯૪૩૯ થયો છે. રાજ્યમાં આજે ૨૦ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક ૨૧૬૭ થયો છે. રાજ્યમાં આજે ૮૭૭ દર્દીઓ સાજા થયા છે.આ સાથે અત્યાર સુધીમાં કુલ ૩૫૬૫૯ વ્યક્તિઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યામાં આજની સ્થિતિએ ૧૧૬૧૩ એક્ટિવ કેસ છે.જેમાં ૭૮ વેન્ટિલેટર ઉપર અને ૧૧૫૩૫ સ્ટેબલ છે. રાજ્યમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. કોરોનાના કેસ ૧૦૦૦ પાર થવા જઇ રહ્યાં છે. જ્યારે કોરોનાના કુલ સંક્રમિતોના કેસ શ્રાવણ માસના પ્રથમ દિવસે ૫૦ હજારને પાર કરી જશે.રાજ્યમાં મોટાભાગના જીલ્લાઓમાં બે ડિજીટમાં કોરોનાના કેસો રોજ નોંધાય છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના કારણે ૨૦ દર્દીઓના મૃત્યુ થયા છે.જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૩ અને ગ્રામ્યમાં ૧, સુરત કોર્પોરેશનમાં ૧૦, અને સુરતમાં ૧, નવસારીમાં ૨, વડોદરા કોર્પોરેશનમાં ૨, ગીર સોમનાથમાં ૧ મૃત્યુ નોંધાયા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.