તિરુપતિ મંદિરના પૂર્વ મુખ્ય પુજારીનું કોરોના સંક્રમણના કારણે નિધન, દેશમાં 11 લાખ કરતાં વધુ દર્દી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં દર્દીઓની સંખ્યા 11 લાખ 18 હજાર 107 થઈ ચુકી છે. રવિવારે રેકોર્ડ 40 હજાર 253 લોકો પોઝિટિવ મળ્યા હતા. એક દિવસમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો આંકડો છે. આ દરમિયાન જાણવા મળ્યું છે કે, તિરુપતિ મંદિરના પૂર્વ મુખ્ય પુજારીનું પણ કોરોના સંક્રમણના કારણે નિધન થયું છે.RJD નેતા તેજસ્વી યાદવે સોમવારે બિહાર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, જેમનો ટેસ્ટ સુધી નથી કરાયો તેમનો પણ રિપોર્ટ આવી રહ્યો છે અને જે ટેસ્ટ કરાવી રહ્યા છે તેમનો ઘણા દિવસો સુધી રિપોર્ટ આવતો નથી. અમારી પાર્ટીના ઘણા ધારાસભ્ય 18-19 દિવસથી તેમના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે પણ હજુ સુધી તેમનો રિપોર્ટ આવ્યો નથી. હવે તો અમને મુખ્યમંત્રીજીના રિપોર્ટ પર પણ શંકા છે.

તેજસ્વી યાદવે કહ્યું કે, બિહાર ધીમે ધીમે કોરોનાનું ગ્લોબલ હોટસ્પોટ બની રહ્યું છે. કારણ કે રાજ્ય સરકાર કેસની વધતી સંખ્યાથી ચિંતિત નથી. તે ટેસ્ટીંગ વધારવા માટે કંઈ નથી કરી રહ્યા. બિહારમાં મૃતકોની સંખ્યા પણ વધી રહી છે. કેન્દ્ર અને રાજ્યના ડેટા અલગ અલગ છે. કોવિડ કેન્દ્રના મેડિકલ સ્ટાફ પાસે પીપીઈ કીટ નથી. રાજ્ય સરકારે એક સ્પષ્ટ ચિત્ર બતાવવું જોઈએ.

તો આ તરફ ઉત્તરપ્રદેશના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં હવે દરરોજ 50 હજારથી વધુ લોકોની તપાસ કરાઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધી 14 લાખ 70 હજારથી વધુ ટેસ્ટ થઈ ચુક્યા છે. તો આ તરફ IIT ભુવનેશ્વર અને એઈમ્સના રિસર્ચર્સના અભ્યાસ પ્રમાણે, ચોમાસા અને શિયાળાના હવામાનમાં ભારતમાં સંક્રમણ વધશે.

જો કે, આ સાથે જ રાહતના સમાચાર એ છે કે દેશમાં સાજા થતા દર્દીઓનો આંકડો પણ 7 લાખની પાર થઈ ગયો છે. અત્યાર સુધી 7 લાખ 399 લોકો બિમારીથી રિકવર થઈને ઘરે જઈ ચુક્યા છે. રવિવારે 22 હજાર 742 લોકો હોસ્પિટલમાંથી ડિસચાર્જ થયા હતા. હાલ 3 લાખ 89 હજાર 803 લોકોની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 27 હજાર 503 દર્દીઓના મોત થયા છે. આ આંકડો covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.