વડાવળ ગ્રામ પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઈટ શૌચાલય અને વરંડાના કામમાં મોટી ગેરરીતિઓ આચરાઇ…?

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા: ડીસા તાલુકાના વડાવળ માં ગ્રામ પંચાયત દ્વારા જે વિકાસની વાતો કરી રહી છે તેમાં મોટા પાયે ગેરરીતિઓ આચરાઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગામમાં અજવાળા કરવા માટે અનેક લોકોને અંધારામાં રાખી સ્ટ્રીટ લાઇટોમાં પણ મોટી ગેરરીતીઓ આચરાઇ હોવાનુ બહાર આવ્યુ છે આ ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન મિશન હેઠળ ગામ અને ગૌચરમાં બનાવેલા શૌચાલય પણ હલકી ગુણવત્તાના બનાવ્યા છે. શૌચાલયના કુવાઓ પુરાઈ ગયા છે.ગામમાં બનાવેલ દીવાલો પણ નિતિનિયમો નેવે મુકી બનાવવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહયા છે. ૧૪મા નાણાપંચની ગ્રાન્ટ જણે ગેરરીતિઓ માટે જ આપી હોય તેમ જણાઇ રહેતા વડાવલ ગ્રામ પંચાયતમાં અરજદાર દ્વારા માહિતી અધિકારના કાયદા હેઠળ માંગેલી માહિતીમાં મોટી ગેરરીતિઓ દેખાતા અરજદાર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સોગંદનામા સાથે સાત દિવસની અંદર તપાસ કરવા લેખિત અરજી સાથે રજુઆત કરવામાં આવી છે. વડાવળ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં લગાવેલ સ્ટ્રીટ લાઈટોમાં સરકારી નાણાંનો દુર્વ્યય કરેલ હોવાનુ માહિતી અધિકાર હેઠળ મળેલ દસ્તાવેજ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કારણ કે એલઈડી સ્ટ્રીટલાઈટનો સન ઈલેક્ટ્રોનિકના ભાવ પત્રકમાં એક નંગના ૪૬૦૦ રૂપિયા બતાવેલ છે અને સદર ભાવ પત્રક મુજબ ૧૦૦ નંગ એલઈડી સ્ટ્રીટ લાઈટો ૪૬૦૩.૨ જીએસટી સાથેના ભાવથી ખરીદ કરેલ છે અને સરપંચ વડાવલના ઓયે ચાર લાખ પચ્ચાસ હજારનો ચેક ચુકવેલ છે જ્યારે અરજદાર દ્વારા અન્ય કંપનીઓ પાસેથી મંગાવેલ ભાવો તેમજ કેન્દ્રીય ભંડાર ગુજરાત દ્રારા આપવામાં આવેલ ભાવો જોવામાં આવે? તો બ્રાન્ડેડ કંપનીઓ જેવી કે પેનાસોનિક ફિલિપ્સ સિસકા વગેરે જેવી કંપનીઓના પણ વડાવળ ગ્રામ પંચાયત દ્વારા ખરીદવામાં આવેલ સન ઈલેક્ટ્રોનિકસ કંપનીની લાઈટના ભાવો જેટલા નથી તેમજ વડાવલ ગ્રામ પંચાયત દ્વારા ચુકવવામાં આવેલ રકમની વિસંગતતાઓ તેમજ નાણાં પંચમાં મંજુર થયેલ રકમમાં પણ ઘણો તફાવત જોવા મળી રહયો છે તેમજ સન ઈલેક્ટ્રોનિકસના ઓનલાઇન ભાવો ચકાશવામાં આવે તો ૨૪ વોલ્ટ એલઈડી લાઈટના ભાવ રૂપિયા ૬૦૦ હોવાનુ માલુમ પડે છે જેથી મોટી ગેરરીતીઓ થઇ હોવાનુ માલુમ પડે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.