પાલનપુરમાં રિક્ષામાં દાગીના ભરેલી થેલી ભૂલી ગયેલા વૃદ્ધાને ગણતરીના સમયમાં જ પોલીસે દાગીના પરત અપાવ્યા

Other
Other

બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર ખાતે પણ પોલીસે કઈંક આજ રીતે સાચા મિત્રની ફરજ નિભાવી એક વૃદ્ધ મહિલાના રિક્ષામાં છૂટી ગયેલ સોનાના દાગીના ગણતરીના સમયમાં જ પરત અપાવી દીધા હતા. પાલનપુરમાં અમદાવાદ હાઇવે પર આવેલ નંદ બંગલોઝ સોસાયટીમાં રહેતા વડીલ બા કમળાબેન પ્રહલાદભાઈ સોની સવારે ૧૧.૩૦ વાગ્યે પોતાની દીકરીને તેના સોનાના દાગીના સોંપવા ઘરેથી નીકળ્યા હતા.કમળાબેન પોતાની થેલીમાં સોનાની નાકની થોલી,કાનની બુટ્ટી સહિત અંદાજીત બે તોલાના સોનાના દાગીના લઈ રિક્ષામાં બેસ્યા હતા.ગથામણ દરવાજે ઉતરી કમળાબાએ રિક્ષાવાળાને ભાડું ચૂક્વ્યું,પરંતુ દાગીનાની થેલી લેવાનું ભૂલી ગયા અને આ બાબતથી અજાણ રીક્ષાચાલક પણ ભાડું લઈ તરત જ રવાના થઈ ગયો.કમળાબેનને પાછળથી ખ્યાલ આવ્યો ત્યાં સુધી તો રિક્ષાચાલક રીક્ષા લઈ નીકળી ગયો હતો.આ વડીલ બા એ પોતાના દીકરા કોશિકને જાણ કરી અને તેણે તરત જ પોલીસનો સંપર્ક કર્યો,પરંતુ રિક્ષાનો નમ્બર પણ બા ને ખબર નહોતી ,છતાં પણ કોઈની જીવનભરની કમાણી હોવાનું સમજી પોલીસે એક પણ મિનિટનો વિલંબ કર્યા વિના જે જગ્યાએ કમળાબા રિક્ષામાંથી ઉતર્યા હતા,તે જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા,તેમાંથી રિક્ષાનો નમ્બર મેળવ્યો અને ગણતરીની કલાકોમાં જ રિક્ષા શોધી તેમાં રહેલ દાગીનાની થેલી મૂળ માલિકને પરત કરાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.