સાબરકાંઠામાં બે દિવસ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં ગત 29 અને 30 જાન્યુઆરી બે દિવસમાં એટલે કે 48 કલાકમાં પોશીનામાં 20 મીમી, હિંમતનગરમાં 01 મીમી, ઇડરમાં 11 મીમી, ખેડબ્રહ્મા 07 મીમી, વડાલીમાં 10 મીમી અને વિજયનગરમાં 06 મીમી આમ, 8 માંથી 6 તાલુકામાં 1 મીમીથી 20 મીમી કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને લઈને ખેતરમાં તૈયાર થવા આવેલા ઘઉંનો પાક ઠેરઠેર આડો પડી ગયો હતો. માવઠાને લઈને ખેડૂતોએ નુકશાનની માંગણી મામલતદારને આવેદનપત્ર આપી કરી હતી.

સરકારે માવઠાને લઈને સર્વે કરવાના આદેશ આપ્યા હતા. ત્યારબાદ સાબરકાંઠા જિલ્લામાં 8 તાલુકામાં ગ્રામસેવકો અને વિસ્તરણ અધિકારીઓ દ્વારા ત્રણ દિવસ પ્રાથમિક સર્વે કરાયું હતું. જેમાં 33 ટકાથી વધુ નુકશાન હોય ત્યારે વળતર મળવાને પાત્ર હોઈ શકે છે.

આ અંગે ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પ્રાથમિક સર્વેમાં એસડીઆરએફના નિયમ મુજબ 33 ટકાથી ઓછુ નુકશાન હોય તેમાં વળતર પાત્ર નથી. તો બીજી તરફ આડો પડેલ પાક વાનસ્પતિક વૃદ્ધિની અવસ્થામાં માર્ગદર્શન આપવાથી તેમાં સુધારો થાય છે. જે અંગે જિલ્લામાં ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લામાં રવિ સીજનમાં વિવિધ ખેત પેદાશોનું 107 ટકા એટલે કે 1 લાખ 44 હજાર 585 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ ઘઉંનું 86099 હેક્ટર, બટાકા 24661 હેક્ટર, ઘાસચારો 10402 હેક્ટર, શાકભાજી 7200 હેક્ટર સહીત ડુંગળી, ઇસબગુલ, વરીયાળી, મકાઈ, ચણા, રાઈ, તમાકુ, જીરુ, ધાણા, લસણનું વાવેતર કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.