ગુજરાતમાં કોરોનાના નવા ૯૬૫ કેસ : ૨૦ લોકોના મોત

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર: રાજ્યમાં સતત એક સપ્તાહથી કોરોના પોઝિટિવનો આંકડો ૯૦૦ને પાર થઈ રહ્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૩૨૩ વ્યક્તિઓના કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતાં ૯૬૫ વ્યક્તિઓના પોઝિટિવ રિર્પોટ આવ્યાં હતાં.આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો ૪૮ હજારને પાર થઇ ૪૮૪૪૧ થયો છે. રાજ્યમાં આજે ૨૦ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક ૨૧૪૭ થયો છે.રાજ્યમાં આજે ૮૭૭ દર્દીઓ સાજા થયા છે.આ સાથે અત્યાર સુધીમાં કુલ ૩૪૮૮૨ વ્યક્તિઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યામાં આજની સ્થિતિએ ૧૧૪૧૨ એક્ટિવ કેસ છે. જેમાં ૬૯ વેન્ટિલેટર ઉપર અને ૧૧૩૪૩ સ્ટેબલ છે. રાજ્યમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.દૈનિક કોરોનાના કેસો રોજના નવા રેર્કોડ સર કરી રહ્યું છે.રાજ્યમાં આરોગ્ય વિભાગે આપેલ યાદી મુજબ આજરોજ કોવિડ-૧૯ ના કારણે ૨૦ દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૬, સુરત કોર્પોરેશનમાં ૬, અને સુરત ૩, દાહોદમાં ૨, ભાવનગર કોર્પોરેશન, ગીર સોમનાથ અને જામનગરમાં ૧-૧ મોત નોંધાવ્યાં હતાં.અમદાવાદ શહેરમાં આજે કોરોના પોઝિટિવનો આંકડો ૨૦૦ ને પાર થતા ૨૧૨ થયો હતો. આ સાથે શહેરમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૨૪ હજારને પાર થઇ ૨૪૧૭૬ થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.