POCO મિડ-પ્રિમીયમ સેગમેન્ટને પુનઃવ્યાખ્યાયિત કરે છે, ભારતમાં POCO X5 Pro 5Gની રજૂઆત

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની અનેક અગ્રણી કન્ઝ્યુમર ટેકનોલોજી બ્રાન્ડમાંની એક POCOએ આજે પોતાનીહવે પછીની X-સિરીઝ.POCO X5 Pro 5G લોન્ચ કરવાની રજૂઆત કરી છે જે અસંખ્ય ઉદ્યોગમાં પ્રથમ વખતના અને શક્તિશાળી ફીચર્સજેમ કે સ્નેપડ્રેગન 778G પ્રોસેસર, 6.67″ Xફિનીટી AMOLED ડીસ્પ્લે, ડોલ્બી વિઝન® અને ડોલ્બી એટમોસ® સપોર્ટ અને 108એમપી ટ્રીપલ કેમેરા સેટઅપ ધરાવે છે. બે વેરિયાંટ્સ 6GB+128GB અને 8GB+256GB એમ બે વેરિયાંટ્સમાં લોન્ચ કરાયેલ, POCO X5 Pro 5Gની કિંમત અનુક્રમે રૂ. 22,999 અને રૂ. 24સ999 છે. જે ફ્લિપ કાર્ટ પર 6 ફેબ્રુઆરીથી ઉપલબ્ધ બનશે.

આ લોન્ચ પર ટિપ્પણી કરતા POCO ઇન્ડિયાના કંટ્રી વડા હિમાંશુ ટંડનએ જણાવ્યું હતુ કે, “POCO X-સિરીઝના સ્માર્ટફોન્સ માર્કેટમાં હંમેશા અગ્રણી રહ્યા છે અને શૂન્યવકાશ ધરાવતા સેગમેન્ટમાં ભાર મુકવામાં સફળ રહ્યા છે. અમે માનીએ છીએ કે POCO X-સિરીઝ પરિસ્થિતિને યથાવત્ રાખવાની અમારા બ્રાન્ડ ઓળખનું પ્રતિબિંબ પાડે છે અને તેને વધુ ઉપર લઇ જાય છે. 20 હજારથી નીચે 2021માં સ્નેપડ્રેગન 860 પ્રોસેસર સાથેના સ્માર્ટફોન લાવવો એક પડકારજનક હતુ પરંતુ POCO તે રમતમાં પણ POCO X3 Pro સાથે ટોચ પર રહ્યો હતો. ત્યાર બાદ મોટા પાયે અપગ્રેડ્ઝ લાવતા POCO X4 Pro 5Gએ ફ્લિપકાર્ટ બીગ બિલીયન ડેઝ સેલ 2022માં 150Kનું વેચાણ હાંસલ કર્યુ હતુ.”

“તે વારસાને આગળ લઈ જઈને, POCO X5 Pro 5G ફ્લેગશિપ-ફીલને મૂર્ત સ્વરૂપ આપતી વખતે ઉચ્ચ-ગુણવત્તાવાળા મનોરંજન અને પ્રદર્શન માટે ઉચ્ચતમ ધોરણોને પૂર્ણ કરે છે. POCO X5 Pro 5G સાથે, અમે અમારા વપરાશકર્તાઓ અને ચાહકોની આવશ્યકતાઓ પર ભાર મુક્યો છે. અમે નવા POCO X5 Pro 5G સાથે નગરમાં હલચલ પેદા કરનારને મુક્ત કરવા માટે ઉત્સાહિત છીએ.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.