થરાદના ગામોમાં માસ્ક વગર ફરતા લોકો સામે તાલુકા પંચાયતની કાર્યવાહી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ તાલુકાના ગામોમાં કોરોના મહામારીનો કડકાઇથી અમલ થાય અને લોકોમાં જાગૃતી આવે તે માટે શનિવારે તાલુકાવિકાસ અધિકારી વિ. આર. ચૌધરી અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એસ. આર. મનસુરીએ જેતડા, રાહ, આસોદર અને સેદલા ગામોની મુલાકાત લીધી હતી. આ વખતે જાહેર જગ્યાઓ અને દુકાનોમાં કેટલાક શખસો માસ્ક વગર જોવા મળ્યા હતા. આથી તાલુકા વિકાસ અધિકારીએ તેમની સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. તથા જીવલેણ કોરોના સામે રક્ષણ મેળવવા અને સંક્રમણ થતું અટકાવવા માટે એક માત્ર ઉપાય સામાજીક અંતર અને માસ્ક અને સેનીટાઈઝર છે તેવી જાણકારી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં થરાદ નગરપાલિકા અને પોલીસની ટીમ દ્વારા પણ નગરના બજાર વિસ્તારોમાં માસ્ક વગર ફરતા લોકો તથા દુકાનદારો સામે કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ થરાદના ટીડીઓએ પણ આવા આઠ લોકો સામે ૨૦૦ રૂપીયા પ્રમાણે દંડનીય કાર્યવાહી કરીને જાગૃતીનો પાઠ પણ ભણાવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છેકે કોરોનાનો કહેર સરહદી બનાસકાંઠા સહિત વિશ્વભરમાં કોહરામ મચાવી રહ્યો છે. બીજી બાજુ તેની સામેની રસી હજુ સુધી શોધાઇ નથી. તેમ છતાં પણ લોકો તેના પ્રત્યે ભારોભાર ઉદાસીનતા સેવી રહ્યા છે. જેની વચ્ચે ચાર દિવસ પહેલાં કોરોના પોઝીટીવ આવેલ થરાદ તાલુકાના ખાનપુર ગામના રતાભાઈ અદાભાઈ દરજીનું શુક્રવારની મોડી રાત્રે સારવાર દરમ્યાન અવસાન પણ થવા પામ્યું હતું. તેમના પરિવાર દ્વારા પણ કોરોનાની ગંભીરતા સમજવા શોસ્યલ મિડીયામાં પ્રજાજનોને અપીલ કરવામાં આવી હતી. આથી તંત્ર દ્વારા આવા લોકો સામે હજુ પણ વધુ કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.