દાંતા તાલુકામાં રોયલ્ટી ચોરો બેખૌફ રેતીની ચોરી કરતા હોવાની રાવ

બનાસકાંઠા
palanpur royaltichori
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં રોયલ્ટી ચોરીની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં જેસીબી સહિતના મશીનોથી રોયલ્ટી ચોરો રેતીની ચોરી કરી રહ્યા છે. ત્યારે આ બાબતે જિલ્લાના ભૂસ્તર વિભાગ દ્વારા તપાસ હાથ ધરી દાંતા તાલુકામાં થઇ રહેલ રોયલ્ટી ચોરી ઝડપી પાડી રોયલ્ટી ચોરો સામે પગલાં ભરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સરહદી તેમજ અતિ પછાત વિસ્તારોમાં રોયલ્ટીની બેફામપણે ચોરી થઈ રહી હોવાની રાવ ઉઠી છે. જિલ્લાના બાહોશ ભુસ્તર શાસ્ત્રી દ્વારા અનેકવાર આવી રોયલ્ટી ચોરી ઝડપી પાડવામાં આવી છે અને રોયલ્ટી ચોરી સામે કડક પગલાં પણ લેવામાં આવ્યા છે.
ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ રોયલ્ટી ચોરીની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં જેસીબી મશીન સહિતના વાહનો દ્વારા રોયલ્ટી ચોરી કરાઇ રહી હોવાની તસવીરો સામે આવી છે. ત્યારે આ બાબતે રોયલ્ટી અધિકારી અજાણ છે કે કેમ તેવા સવાલો વચ્ચે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે દાંતા તાલુકામાં ઠેક ઠેકાણે આ પ્રકારે રોયલ્ટીની ચોરી થઇ રહી હોવાનું ચર્ચામાં આવ્યું છે. ત્યારે આ બાબતે રોયલ્ટી વિભાગ તપાસ હાથ ધરે તો વિવિધ વિસ્તારમાંથી રોયલ્ટી ચોરીનું કૌભાંડ ઝડપાય તેમ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.