દેશમાં કોરોનાના નવા ૩૪૮૮૪ કેસ, ૬૭૧નાં મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના કેસમાં દિનપ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકાૅર્ડ નોંધાવે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૪,૮૮૪ નવા કેસ નોંધાયા છે અને ૬૭૧ દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ ૧૦,૩૮,૭૧૬ કેસ નોંધાયા છે. જેમાંથી ૩,૫૮,૬૯૨ એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં ૬,૫૩,૭૫૧ કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ ૨૬,૨૭૩ લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં રિકવરી રેટ ૬૨.૯૩ ટકા પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં રાતોરાત વધારો થવાની સાથે ટેસ્ટીંગની ગતિમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર આંકડાઓ મુજબ, ભારતમાં ૧૭મી જૂલાઈ સુધીમાં કોરોના વાયરસના કુલ ૧,૩૪,૩૩,૭૪૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે શુક્રવારે ૩,૬૧,૦૨૪ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. પોઝીટીવિટી રેટ એટલે કે સંક્રમિત કેસો નોંધાવાની ટકાવારી ૯.૬૬ થઈ ચૂકી છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં છેલ્લા ચોવીસ કલાકમાં ૮,૩૦૮ નવા કેસ નોંધાયા છે અને ૨૫૮ લોકોના મોત થયા છે. જ્યારે ૨,૨૧૭ લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૨,૯૨,૫૮૯ થઈ ગયો છે. તેમાંથી ૧,૨૦,૭૮૦ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૧૧,૪૫૨ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧,૬૦,૩૫૭ લોકો સારવાર બાદ સાજા થયા છે. મહારાષ્ટ્ર બાદ તામિલનાડુ રાજ્યમાં વિતેલા ૨૪ કલાકમાં ૪૫૩૮ દર્દીઓ, કર્ણાટકમાં ૩૬૯૩, આંધ્રપ્રદેશમાં ૨૬૦૨, પશ્ચિમ બંગાળમાં ૧૮૯૪ અને બિહારમાં ૧૮૨૫ દર્દીઓ નોંધાયા છે. આ જ રીતે છેલ્લા ૨૪ કલાકમાં વાયરસના ચેપથી કર્ણાટકમાં ૧૧૫ લોકોએ, તામિલનાડુમાં ૭૯, આંધ્રપ્રદેશમાં ૪૨, ઉત્તરપ્રદેશમાં ૩૮, દિલ્હીમાં ૨૬ અને પશ્ચિમ બંગાળમાં ૨૬ લોકોના મોત નિપજ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.