માસ્ક અને સેનેટાઈઝીંગના કડક બધા કામ ! વિના માસ્ક સેનેટાઈઝીંગથી કોરોના થાય બેફામ !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

નોવેલ કોરોના કોવિડ-૧૯ નામના વાયરસે ચોવીસમી માર્ચ મધ્યરાત્રિથી દેશમાં લોકડાઉન સળંગ ત્રણ તબક્કામાં લાદવામાં આવેલ ને તે પછી અન લોકડાઉનનો સમય ચાલુ થયો છે જેમાં લોકો લોકડાઉનથી કંટાળીને અનલોકડાઉનમાં બેફીકર થઈને બેફામ જયાં ત્યાં રખડી રહ્યા છે. જેના કારણે કોરોના સંક્રમણ વધ્યું છે ને અનેક જિલ્લામાં દરરોજના દશથી વધુ કેસો બહાર આવે છે જેમાં પણ હજુ તપાસ જે પ્રમાણે થવી જાેઈએ તે થતી નથી ને કેટલાક આંકડા જ્યાં ત્યાં જ અટવાય છે તેના કારણે સાચા સંક્રમણને જાણી શકાતું નથી.આ બધા વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમી, બફારાનું પ્રમાણ અતિ વધી ગયું છે. મેઘરાજા રૂઠયા હોય તેવી સ્થિતિ છે. રાજસ્થાનમાં બાડમેરના કેટલીક ગામમાં વાવાઝોડાની અસર તો બિહાર, ઉત્તરપ્રદેશમાં આકાશી વિજળીનો પ્રકોપ ઘણો વધ્યો છે. ગત સપ્તાહમાં ૧૦૦ થી વધુ નાગરિકો આ પ્રકોપનો ભોગ બની ગયા તો ઉત્તરપ્રદેશમાં એક વિકાસ કુબે નામના આરોપીને પકડવા જતાં અથડામણમાં દશ જેટલા પોલીસ જવાનો શહીદ ને ઘણા ઘાયલ થયા. ઉહાપોહ કરે કોણ ? આવા લુખ્ખા તત્વોને છેવટે તો કોણ છાવરે છે ? મુંબઈ, કેરલ, આસામમાં પણ મેઘકહેરના વાવડ મળે છે.ચીન બેફામ ડોળા કાઢી રહ્યું છે.ગુજરાતમાંં વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજવા બધી તૈયારીઓ શાળા કોલેજમાં ભણતર વગર થઈ રહી છે.એસ.ટી.બસો,વાહનવ્યવહાર ચાલુ કરાયા છે. ભયંકર નોવેલ કોરોના કોવીડ વાયરસની પરવા જે ત્રણ તબક્કાના લોકડાઉનમાં ઓછા કેસો વચ્ચે કરી તેવી હવે નથી થતી એ સ્પષ્ટ વાત છે.ઓંગણસાઈઠ જેટલી ચાઈનીઝ એપ પર ભારત સરકારે પ્રતિબંધ લાદીને ચીનને હંફાવવા પ્રયત્ન કર્યો છે.એક એેપથી ચીનને અબજાેનો નફો થતો હતો. ઓગણસાઈઠ એપ પર પ્રતિબંધ લાદતાં ભારતના કેટલા ખરબ, અરબો રૂપિયા બચ્યા.આપણે તેની સામે ૩૯ હજાર કરોડના ફાઈટર વિમાનો,યુદ્ધસામગ્રીની ખરીદી કરી મજબુત પણ બન્યા તો નેપાળ સળવળાટ કરી રહ્યું છે. જેના વડાપ્રધાનને બોધપાઠ શીખવવો છે. રશિયાના રાષ્ટ્રપતિને તેના દેશમાં બંધારણમાં ફેરફાર કરીને પોતાની હકુમત દીર્ઘકાલીન રહે એ રીતે જીત હાંસલ કરી બાંગ્લાદેશને પાકિસ્તાનની હળવી ક્ષણો આપણા માટે સારી તો નથી જ આ દેશો ભારતને સમજે છે શું ? ? વાચક મિત્રો દેશમાં જે રીતે બેફામ મોંઘવારી વધી રહી છે તેમાંથી પ્રજાનું હૃદય, મન ડાયવર્ટ કરવા માટે હવે કોઈ રામમંદિર, મસ્જીદ કે હિંદુ મુસ્લિમ વાતમાં તથ્ય રહ્યું નથી એટલે અન્ય નાના મોટા દેશો ડોળા કાઢે છે તેવી હરકત કરીને પ્રજા વચ્ચે કંઈક તો કરવું. રાજયો, કેન્દ્રની તિજાેરીની સ્થિતિ ઘણી નબળી છે ૮૦ કરોડ લોકોને ત્રણ મહીના સુધી ખાદ્ય ચીજવસ્તુઓ ઘઉં, ચોખા, દાળ મફત આપવા છેે. ગ્રામ પંચાયતો, પાલિકા, મહાનગર પાલિકા કક્ષાને તાલુકા જિલ્લા વિધાન લોકસભા જેવી બેઠકના નેતાઓ તેમના કાર્યકરોને આર્થિક રીતે સદ્ધર રાખવા વિકાસલક્ષી ગ્રાન્ટો ફાળવવાની જ હોય છે. જ્યાં મહિના બે મહીના પહેલાં રોડ બનાવ્યા કે તળાવો ખોદાવ્યા હોય ત્યાં પુનઃ જીર્ણોદ્ધાર કરી આપણને આર્થિક સદ્ધર તો કરવા જ પડશે ને ? વ્યક્તિગત શૌચાલય અને સ્મશાન સુધારણાના પૈસા આ પ્રામાણિક હીરલાઓ ખાઈ જતા હોય તો બીજું તો શું બાકી રાખે ? પણ આપણે ઘણા સહનશીલ અને ઉદાર મતના છીએ એટલે જ કષ્ટ વેઠીને તગડા વેરા ભરીને કહી દઈએ છીએ કે જે કરશે તે ભરશે.ધાર્મિક આદ્યાત્મિક દ્રષ્ટીએ વાત પણ સાચી છે. કર્મણ્યે વાધિકારસ્તે, મા ફલેશુ .. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં ઉપદેશ આપ્યો તે યાદ આવી જાય છે ને છેવટે આપણે તો આપણા હૃદય મનને હળવું કરવા જ ચિંતન-મનન કરવું છે ને હવે તો જગ્યા પણ કયાં છે ? ઈંટ પથથર પણ જીવનનો કંઈક સાર રજુ કરી દે છે. ઘણું સાચું બોલવું પણ નહીં. કોરોના બહાર ભયંકર છે શાસન પક્ષમાં હોય તો બહુ અસર નહીં કરે પણ જાે વિરોધ પક્ષમાં શો તો ઝપટમાં આવી જશો. હવે તો શાસક પક્ષનાા સબળતા રહે ? વિરોધ પક્ષવાળા ફાવી જાય એવું છગનીયાના મગનકાકા મોેંઢે મજબુત માસ્ક બાંધીને હાથ ધોયા બાદ આંગળીઓના ઈશારે કહેતા હતા. આજે બસ આટલું જ ફરી મળીશું.. સંતો, મહંતો, ગુરૂઓને વંદન સાથે અસ્તુ..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.