હોકી વિશ્વકપમાં ભારત વેલ્સ સામે રમશે
ભારતીય હોકી ટીમે 15માં હોકી વિશ્વકપમાં અત્યારસુધી સારુ પ્રદર્શન રહ્યું છે.જેમા સ્પેન સામે પ્રથમ મેચ જીત્યા બાદ ભારતીય ટીમની બીજી મેચ ઈંગ્લેન્ડ સાથે ડ્રો રહી હતી.ત્યારે ભારત વેલ્સ સામે તેના ગ્રુપની ત્રીજી અને છેલ્લી મેચ રમશે.આમ ભારતીય ટીમ પહેલેથી ક્રોસ ઓવર ટાઈ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.ત્યારે ગ્રૂપ સ્ટેજમાં ટોચ પર રહેવા અને સીધા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે વેલ્સ સામેની મેચ ભારત માટે નિર્ણાયક રહેશે.જે મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.ત્યારે ભારતે સીધા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે વેલ્સ સામે મોટી જીત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.જેમાં જો ભારતની જીત નાની હશે તો તેણે ઈંગ્લેન્ડ-સ્પેન વચ્ચેની મેચ ડ્રો થવા પર આશા રાખવી પડશે અને જો ભારતીય ટીમ વેલ્સ સામે હારી જશે તો તે ટોચ પર આવી શકશે નહીં અને ક્રોસ ઓવર મેચ હેઠળ ક્વાર્ટર ફાઇનલમાં જવું પડશે.ભારતીય ટીમે સ્પેન સામે 2-0થી જીત મેળવી હતી અને ઈંગ્લેન્ડ સામેની મેચ ડ્રો રહી હતી.ભારતની આગામી મેચ વેલ્સ સામે સાંજે 7 વાગ્યે રમાશે.આ મેચ ભુવનેશ્વરમાં રમાશે.