બનાસકાંઠા જિલ્લાના શિક્ષકોએ ૪૨૦૦ ગ્રેડ પે ને લઈને પ્રતીક ઉપવાસ આંદોલન કર્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ લાખણી :રાજ્યમાં ૨૦૧૦ પછી નોકરીમાં લાગેલ શિક્ષકોને નવ વર્ષની નોકરી પૂર્ણ થયા બાદ ૪૨૦૦ ગ્રેડ પે પ્રમાણે પગાર મળવો જોઈએ તેના બદલે ૨૮૦૦ ગ્રેડ પે પ્રમાણે પગાર મળશે એવો ઠરાવ થયો ત્યારથી શિક્ષકોમાં ભારોભાર રોષ ફેલાયો છે શિક્ષકો છેલ્લા ઘણા સમયથી આ બાબતે પોતાને ન્યાય મેળવવા માટે આંદોલન કરી રહ્યા છે ડિજિટલ આંદોલન ચલાવી રહ્યા છે સરકારમાં રજૂઆત કરી રહ્યા છે વિવિધ સમાજના આગેવાનોને મળીને તેમને રજૂઆત કરી રહ્યા છે એ લોકો પણ સરકારમાં શિક્ષકોનો અવાજ મૂકી રહ્યા છે તેમ છતાં પથ્થર દિલ બનેલ સરકાર બિલકુલ અસંવેદનશીલ બની ગઈ છે કોઈપણ પ્રકારનો જવાબ શિક્ષકોને મળતો નથી જેના કારણે શિક્ષકોમાં ભારોભાર રોષ છે અને ગુજરાત રાજ્યના ૬૫ હજાર જેટલા શિક્ષકો આ અન્યાયનો ભોગ બની રહ્યા છે એ બધા શિક્ષકોએ સાથે મળી આજે દરેક શિક્ષકે પોત પોતાની શાળામાં એક દિવસના પ્રતિક ઉપવાસ આંદોલન કર્યો અને પોતાનો અવાજ પોતાની લાગણી અને માગણી સરકાર સમક્ષ રજૂ કરી છે .અત્યારે કોરોનાનો કહેર ચાલુ હોવાથી શિક્ષકો એક સાથે મળવાનું ટાળી રહ્યા છે અને ડિજિટલ આંદોલનના માધ્યમથી સરકાર સમક્ષ પોતાની માગણી કરી રહ્યા છે થરાદ વાવ સહિતના વિસ્તારોમાં પણ શિક્ષકો આ ડિજિટલ આંદોલન થકી પ્રતિક ઉપવાસ પણ જોડાયા હતા. બ.કાં જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ મૂળજીભાઈ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ૪૨૦૦ ગ્રેડ પે ને લઈને શિક્ષકો જે લડત લડી રહ્યા છે એ સાચી છે ૪૨૦૦ ગ્રેડ પે તેમનો હક છે સરકારે આ બાબતે તાત્કાલિક ધોરણે નિર્ણય જાહેર કરવો જોઈએ અને જો સરકાર આ બાબતે શિક્ષકોને ન્યાય નહિ આપે આવનાર સમયમાં શિક્ષકો આંદોલન કરશે અને તેની જવાબદારી સરકારની રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.