રાજયમાં કોરોના રેકોર્ડબ્રેક ૯૨૫ કેસ : ૧૦ લોકોનાં મોત

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોના પોઝિટિવનો આંકડો ૯૦૦ને પાર નોંધાયો છે. આજે રાજ્યમાં ૯૩૪૦ ટેસ્ટ કોરોનાના કરવામાં આવતા ૯૨૫ કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતનો આંકડો ૪૪ હજારને પાર થઈ ૪૪૬૪૮ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાના ૧૦ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક ૨૦૮૧ થયો છે. રાજ્યમાં આજે ૭૯૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા કુલ ડિસ્ચાર્જ કરવાનો આંકડો ૩૧ હજારને પાર કરી ૩૧૩૪૬ થયો છે. રાજ્યમાં હાલની સ્થિતિએ ૧૧૨૨૧ એક્ટિવ કેસ છે. જેમાં ૬૮ વેન્ટીલેટર પર ૧૧૧૫૩ દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં સતત ત્રણ દિવસથી કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૪૨ હજાર, ૪૩ હજાર અને ૪૪ હજારને પાર થયો છે. આરોગ્ય વિભાગ એક્ટિવ કેસોનો નિયંત્રણમાં રાખવા માટે વધુમાં વધુ દર્દીઓને ડિસ્ચાર્જ કરવાના પ્રયાસોમાં લાગેલી છે. આરોગ્ય વિભાગે આજે જાહેર કરેલ યાદીમાં જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના લીધે ૧૦ મોત થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.