ધાનેરા તાલુકાના મગરાવા ગામે સાત પશુઓના ખોરાકી ઝેરના કારણે મોત

બનાસકાંઠા
Death due to food poisoning
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા તાલુકાના મગરાવા ગામના ચૌધરી સમાજના દુધાળા પશુઓના ચિંતાનક મોત થઈ રહ્યા છે.અગાઉ પણ ૨૫ જૂનના રોજ ૧૦ જેટલા પશુઓના ખોરાકી ઝેરના કારણે મોત થયાનું અનુમાન લગાવ્યું હતું. જોકે ગઈકાલે ફરી સવારે આજ પરિવારના ૭ પશુના મોત થયા છે.  ધાનેરા તાલુકાના મગરાવા ગામના ચૌધરીપરિવારને પણ એકજ માસમાં ૧૭ જેટલા પશુના મોત થતા લાખો રૂપિયાનું નુકસાન આવી પડ્યું છે. આજે સવારે જયારે આ પરિવાર ના સભ્યો પોતાના નિત્યક્રમ પ્રમાણે સવારે ૬ કલાકે પશુઓને ખોરાક માટે રાત્રી દરમિયાન મુકેલ દાણ આપવામાં આવ્યું હતું.દાણ પશુ આરોગે એના થોડાજ સમયમાં પશુઓ તડપવા લાગ્યા હતા. અગાઉ થયેલા બનાવના લીધે પશુમાલિકોએ તરજત પશુઓના તબીબનો સંપર્ક કર્યો હતો. તબીબ આવે એ પહેલાં બે અલગ અલગ પશુપાલક માલિકોના કુલ ૭ જેટલા પશુઓના મોત થઈ ચૂક્યા હતા. મગરાવા ગામના પાત્રોડ નારણાભાઈ રૂડાભાઈના ત્રણ જેટલા દુધાળા પશુઓના મોત થયા છે. મગરાવા ગામમાં પશુના મોત થતાં ભારે ભય છવાયો છે.આ ઘટનાની જાણ થતાં કુવારલ ગ્રુપ ગ્રામપંચાયતના સરપંચ તેમજ તલાટી પણ આવી પહોંચ્યા હતા.માત્ર ૨૦ દિવસ ના સમયગાળા દરમિયાન અંદાજીત ૧૫ લાખ ઉપરાંત નું નુકસાન આ પરિવારને વેઠવું પડ્યું છે.આ મામલે સરકાર તરફથી કોઈ સહાય મદદ આ પરિવારને મળે તે બાબતે પણ માંગ કરી છે. જાેકે ફરજ પરના તબીબ વેટરનરી વજાભાઈ પટેલ સાથે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમા ખોરાકી ઝેરની અસર જણાઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.