મુંબઈમાં કોરોનાના 60 ટકા દર્દીઓ તો ગુજરાતીઓના ગઢમાં જ છે

ગુજરાત
ગુજરાત

મુંબઈના કુલ ૨૪ વૉર્ડ પૈકી હવે માત્ર ૯ વૉર્ડ એવા છે જ્યાં કોવિડ-19ના ૧૦૦૦થી વધુ ઍક્ટિવ કેસ છે. આ ૯ વૉર્ડમાં બોરીવલી, કાંદિવલી, મલાડ, અંધેરી, ઘાટકોપર, ભાંડુપ, મુલુંડ અને દાદરનો સમાવેશ છે.
મુંબઈના કુલ ૨૪ વૉર્ડ પૈકી હવે માત્ર ૯ વૉર્ડ એવા છે. જ્યાં કોવિડ-19ના ૧૦૦૦થી વધુ ઍક્ટિવ કેસ છે. આ ૯ વૉર્ડમાં બોરીવલી, કાંદિવલી, મલાડ, અંધેરી, ઘાટકોપર, ભાંડુપ, મુલુંડ અને દાદરનો સમાવેશ છે. અત્યારે મુંબઈમાં કોરોનાના કુલ ૨૨,૦૦૦ ઍક્ટિવ દર્દીઓ છે, જેમાંથી ૧૩,૦૦૦ જેટલા એટલે કે ૬૦ ટકા દર્દીઓ આ વિસ્તારમાંના છે.

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ૭૦ ટકાથી વધુ દર્દીઓ રિકવર થઈને ડિસચાર્જ થઈ ગયા છે. ૯૩,૮૯૪ દર્દીઓ પૈકી ૬૫,૬૨૨ દર્દીઓ રિકવર થયા હતા અને ૫૩૩૨ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. અત્યારે ૨૨,૯૩૯ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. આ તમામ દર્દીઓ મોટા ભાગે નૉર્થ મુંબઈના છે.

એક વૉર્ડ-ઑફિસરે જણાવ્યું કે સાઉથ અને સાઉથ-સેન્ટ્રલ વૉર્ડની સરખામણીમાં આ તમામ વૉર્ડમાં વસ્તી વધુ છે. ૧.૨૪ કરોડમાંથી ૫૦ લાખ જેટલા તો દહિસરથી સાંતાક્રૂઝ વિસ્તારમાં જ રહે છે. હવે બીએમસી દરરોજ ઘરે-ઘરે સ્ક્રીનિંગ કરી રહી છે જેથી દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.

જોવા જઈએ તો બોરીવલીમાં ૧૪૬૩, કાંદિવલીમાં ૧૩૪૧, મલાડ – ૨૦૫૨,અંધેરી-ઈસ્ટ – ૧૪૯૧,અંધેરી-વેસ્ટ – ૧૨૩૧,દાદર – ધારાવી – ૧૩૮૧,ભાંડુપ – ૧૪૨૯,ઘાટકોપર – ૧૩૧૯ અને મુલુંડમાં ૧૫૧૩દર્દી મળી આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.