સતત રહેતી એસિટિડીને ટાળો નહીં

સંજીવની
સંજીવની

દવાઓથી ઠીક ન થઇ શકતી એસિડિટી રોગ નથી, રોગનું લક્ષણ છે. એટલે ખાસ જરૂરી છે કે એ થવા પાછળનું કારણ શોધવું અને એનો યોગ્ય ઇલાજ કરાવવો
અશોકભાઇને છેલ્લા છ વર્ષથી એસિડિટીની તકલીફ હતી. સતત દવાઓ તે લેતા હતાં, પરંતુ આ પ્રોબ્લેમ દવાઓની સાથે પણ વધતો જ જતો હતો. છેલ્લા દોઢ વર્ષથી તો એવી હાલત હતી કે દિવસ દરમ્યાન સતત છાતી પાસે બળતરા થયા કરતી હતી અને રાત્રે જમ્યા પછી બે કલાક સૂવે ત્યારે ઊંઘમાં ખોટા ઓડકાર આવે અને ઊઠી જવું પડે એટલું જ નહીં, જો પાછા સૂઇ જાય તો ફરી બે કલાક પછી પાછું ખાટુ પાણી મોઢામાં આવી જાય. વારંવાર એવું ન થાય અને સૂવા મળે એટલે રાત્રે મોઢામાં આંગળીને નાખીને અશોકભાઇ ઊલટી કરી નાખતા જેથી સૂઇ શકાય. પલંગ પર સીધા સૂવાને કારણે તેમને ઊંઘમાં પણ ખાટા ઓડકાર આવતા હતાં એટલે તેઓ આરામ ખુરશીમાં સૂવા લાગ્યા હતાં જેથી તેઓ સૂઇ શકે. આ તકલીફને ગેસ્ટ્રોઇસોફેગલ રિફ્‌લક્સ ડિસીઝ (જીઇઆરડી) કહેવાય છે. એટલે કે જેમાં અન્નનળી મારફત એસિડ ઉપર તરફ મોઢામાં આવતું હોય. જ્યારે ઊંઘ પર ખૂબ અસર થવા લાગી ત્યારે તેમને લાગ્યું કે કંઇક તો કરવું જ પડશે. બે વાર એન્ડોસ્કોપી કરાવી હતી, જેમાં ડોક્ટરને સમજાયું કે અશોકભાઇને હાયટેસ હાનિર્યા થયું છે, જેને કારણે જીઇઆરડીની તકલીફ થઇ છે તેમને. જ્યાં સુધી હનિર્યાનું ઓપરેશન નહીં થાય ત્યાં સુધી આ તકલીફ પતશે નહીં.
હનિર્યા હનિર્યા એટલે શું એ મસજવા માટે આપણે શરીરની રચના પણ સમજવી પડશે.દરેક અંગ સ્નાયુઓથી જોડાયેલું છે. જ્યારે કોઇ પણ અંગ પોતાને એની જગ્યા પર પકડી રાખતા સ્નાયુ કે ટિશ્યુની દીવાલને ધક્કો મારીને બહાર આવી જાય એ તકલીફને હનિર્યા કહે છે. ખાસ કરીને આંતરડા પેટની દીવાલની નાજુક બાજુએથી કે નબળી પડી ગયેલી બાજુએથી બહાર નીકળે એ અવસ્થા એટલે હનિર્યા. હાયટેસ હનિર્યા અશોકભાઇને થનારી હાયેટસ હનિર્યાની તકલીફ કોઇ પણ વ્યક્તિને થઇ શકે છે. એની પાછળ કોઇ કારણ જાણીતું નથી, પરંતુ વારસાગત આ રોગ આવી શકે છે. જોકે અશોકભાઇના ઘરમાં તો કોઇનેય આવી તકલીફ નથી.આ હાયેટસ હનિર્યા એટલે શું? આપનાં ફેફસાં અને આંતરડાની વચ્ચે એક ડાયાફ્રેમ નામનો સ્નાયુ આવે છે. આ સ્નાયુનું મુખ જો વધુ પડતું ખૂલી જાય તો આંતરડું છાતીમાં ઘૂસી જાય છે, જેને હાયેટસ હનિર્યા કહે છે. એને કારણે અશોકભાઇને જીઇઆરડીની તકલીફ થતી હતી. લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા તેમના ડાયાફ્રેમનું ઓપનિંગ નાનું કરી દીધું જેને કારણે છાતીમાં આંતરડું ઘૂસતું બંધ થઇ જાય અને હનિર્યાની તકલીફ સોલ્વ થતાં તેમનું જીઇઆરડી પણ બંધ થઇ જાય.
ચિહ્નો હનિર્યામાં મોટાભાગે માણસને એ ચિહ્ન પ્રખર રીતે જોવા મળે છે અને એ છે એસિડિટી જે દવાઓથી ઠીક ન થતી હોય. એસિડિટીને આપણે હંમેશા ખૂબ જ સામાન્ય સમજીને અવગણતા હોઇએ છીએ. જો એસેડિટી ક્યારેક થતી હોય તો એ સામાન્ય છે, પરંતુ જો સતત કોઇ વ્યક્તિને એસિડિટી રહેતી હોય

તો તેણે ચોક્કસ વ્યવસ્થિત તપાસ કરાવવી જોઇએ. સતત રહેતી એસિડિટી રોગ નથી, પરંતુ છૂપા રોગનું ચિહ્ન છે એટલે એ જાણવું જરૂરી છે કે આ સતત રહેતી એસિડિટી પાછળ કયું કારણ જવાબદાર છે. આ સિવાય જો એસિડીટી સાથે વ્યક્તિનું વજન એકદમ ઓછુ થઇ ગયું હોય, જમવાનું ગળામાં અટકતું હોય કે મળમાં લોહી પડતું હોય કે મળ એકદમ કાળા રંગનું આવતું હોય તો તાત્કાલિક તપાસ કરાવવી જરૂરી છે. સર્જરી જ કરાવવી પડે હનિર્યાના ઘણા જુદા-જુદા પ્રકાર છે, પરંતુ કોઇ પણ પ્રકારનું હનિર્યા હોય એમાં દવાઓ કામ કરતી નથી. સર્જરી જ એકમાત્ર ઉપાય છે જેનાથી હનિર્યા ઠીક થઇ શકે છે. સર્જરીમાં વાર લગાડીએ તો એવું બને કે તકલીફ વધી જાય એટલે તકલીફનું જલદી નિદાન થવું જોઇએ અને નિદાન બાદ યોગ્ય સર્જરી દ્વારા ઇલાજ કરાવીને વ્યક્તિ સ્વસ્થ બની શકે છે. કેન્સરનું જોખમ એસિડિટીનો પ્રોબ્લેમ આમ તો સામાન્ય છે, પરંતુ સતત રેગ્યુલર જેમને આ તકલીફ રહેતી હોય તેમણે કોઇ પણ પેટના ડોક્ટરને મળીને એક વખત એન્ડોસ્કોપી કરાવી લેવી, કારણ કે જો આ પ્રોબ્લેમ લાંબો સમય રહે તો જે ભાગમાં એ અસર કરે છે એ ભાગના કોષોમાં પરિવર્તન શરૂ થઇ જાય છે જે કેન્સરસ હોઇ શકે છે.અશોકભાઇના કેસમાં પણ આવું જ હતું. જો તેમની સર્જરી ન થઇ હોત અને આમ ને આમ હજી એકાદ વર્ષ નીકળી ગયું હોત તો અન્નનળીનું કેન્સ થવાનું જોખમ ચોક્કસ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.