આઈ.ટીમાં ઉછાળાથી શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો
શેરબજારમાં અઠવાડિયાની શરૂઆતના પ્રથમ દિવસે તેજી જોવા મળી હતી.જેમાં સેન્સેક્સ 600 પોઈન્ટથી વધીને 60,500ની આસપાસ ટ્રેડીંગમાં રહ્યો હતો જ્યારે નિફ્ટી 180 પોઈન્ટથી વધીને 18,000ને પાર થઈ ગઈ હતી.ત્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેરોમાં તેજી જોવા મળી હતી.જેમાં સૌથી વધુ તેજી ટેક મહિન્દ્રામાં જોવા મળી હતી જેમાં 3 ટકાનો વધારો થયો હતો.આ સાથે પેટીએમમાં પણ 3 ટકાનો વધારો જોવા મળ્યો હતો.આમ વર્તમાનમા મેટલ,ફાર્મા અને ઓટો સેક્ટરમાં 1 ટકા જેટલી તેજી જોવા મળી છે.જ્યારે બેંક,ખાનગી બેંક,પી.એસ.યુ બેંક,એફ.એમ.સી.જીમાં પણ 0.5 ટકાનો વધારો થયો છે.આમ સેન્સેક્સ 452 પોઈન્ટ નીચે જઈને 59,900એ બંધ થયો હતો જ્યારે નિફ્ટી 132 પોઈન્ટ નીચે 17,859 પર બંધ થયુ હતું.