વાવ માડકા રોડ પર બાઇક અને કાર વચ્ચેના અકસ્માતમાં આધેડનું મોત

Other
Other

(રખેવાળ ન્યૂઝ)વાવ, વાવના ભાચલી ગામના ભૂરાભાઈ રુગનાથભાઈ બ્રાહ્મણ તા.૮.૧.૨૦૨૩ ને રવિવારના રોજ તેમનું બાઇક નંબર જીજે ૮. ૬૫૦૭ લઈ બાઇક પાછળ ભાચલી ગામના ધનજીભાઈ મોહનભાઇ બ્રાહ્મણ ઉ.૫૫ને બેસાડી ભાચલીથી વાવ તરફ આવી રહ્યા હતા. તેવામાં વાવ તરફથી માડકા તરફ આવી રહેલી સ્વીફ્ટ ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક પાછળ બેઠેલા ધનજીભાઈ મોહનભાઈ બ્રાહ્મણને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

જે બાબતે બાઇક ચાલક ભૂરાભાઈ રુગનાથ ભાઈ બ્રાહ્મણની ફરિયાદના આધારે વાવ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સદગતના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાવ રેફરલમાં લાવ્યા બાદ તેમના પરિવારજનોને સુપરત કરતા તેમની અંતિમ વિધિ કરાઈ હતી. સદગતની અંતિમવિધિમાં સામાજિક અગ્રણીજનો ગ્રામજનો સહિત બહોળી સંખ્યામાં લોકો હાજર રહી સદગતને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.