2022: આઈસ એજના અંતની શરૂઆત

ગેઝેટ્સ
ગેઝેટ્સ

આજે 21મી સદીને ઝડપી લેવાની ભારતની તક છે. ઓલાની મહત્ત્વાકાંક્ષા અને યોજનાઓ ભારતે ઈવી માટે વૈશ્વિક કેન્દ્ર બનવાનું છે તે આ તકથી પ્રેરિત છે. કંપનીએ ઓલાની પ્રથમ સ્કૂટરની ઘોષણા અને દુનિયાના સૌથી વિશાળ ટુવ્હીલર પ્લાન્ટના નિર્માણ સાથે 15મી ઓગસ્ટ, 2021ના રોજ પ્રવાસ શરૂ કર્યો હતો. હવે ફક્ત 15 મહિના થયા છે અને ઓલા મહેસૂલ અને વોલ્યુમની દ્રષ્ટિએ ભારતમાં સૌથી વિશાળ ઈવી કંપની બની ચૂકી છે અને ઝડપથી વૃદ્ધિ પામી રહી છે. કંપનીએ 2022માં લગભગ 1,50,000 ઈવી વેચ્યાં છે અને 2030 સુધી ભારતમાં વેચાનારી બધી ટુવ્હીલર અને બધી કાર ઈલેક્ટ્રિક રહેશે એવા મિશન ઈલેક્ટ્રિક પર કામ કરી રહી છે.

ઓલા આ ભવિષ્ય નિર્માણ કરવા માટે 3 પગલાંની વ્યૂહરચના ધરાવે છેઃ

પ્રોડક્ટ ડાઈવર્સિફિકેશન અને વૈશ્વિક સ્તરનું ઉત્પાદન: ટુવ્હીલરનું વિદ્યુતિકરણ કરવાથી કંપની મુખ્ય ટેકનોલોજીઓ, સપ્લાય ચેઈન અને ચાર્જિંગ ઈન્ફ્રા જેવા ઈન્ફ્રા વગેરેમાં વિશાળ વૈશ્વિક સ્તરની અને સ્પર્ધાત્મક ક્ષમતાઓ નિર્માણ કરી શકે છે. ભારતનાં બધાં 20 મિલિયન ટુવ્હીલર ઈલેક્ટ્રિફાઈડ થઈ ગયા પછી ભારત યુએસ અને ચીનને પાછળ છોડીને દુનિયામાં ઈવી માટે તૃતીય સૌથી વિશાળ બજાર બની જશે (ઉપભોગ કરેલા 100 જીડબ્લ્યુએચથી માપન). ટુવ્હીલરનો આ પાયો ઓલા 4વ્હીલરને ઈલેક્ટ્રિફાઈ કરવા આગળ વધી રહી છે તેમ મજબૂત સ્પર્ધાત્મક લાભ આપશે. 2022માં ઓલાની પ્રીમિયમ સ્કૂટર ઓલા એસ1 વધારવામાં આવી. કંપનીએ ફક્ત 1 વર્ષમાં પ્રીમિયમ સ્કૂટર બજાર (રૂ. 1,00,000થી વધુ કિંમત)નું સંપૂર્ણ ઈલેક્ટ્રિફિકેશન હાંસલ કર્યું છે. 2023 અને 2024માં કંપની વધુ 2વ્હીલર ઈવી પ્રોડક્ટ લોન્ચ કરશે- માસ માર્કેટ સ્કૂટર, માસ માર્કેટ મોટરસાઈકલ અને ઘણી બધી પ્રીમિયમ મોટરસાઈકલો (સ્પોર્ટસ, ક્રુઝર્સ, એડવેન્ચર અને રોડ બાઈક્સ). 2વ્હીલરના ઉત્પાદનનો મજબૂતસ્તર ઓલાને સોફ્ટવેર, ઈલેક્ટ્રોનિક્સ, બેટરી અને પાવર ટ્રેનમાં મુખ્ય ઈવી ટેકનોલોજીઓ અને સપ્લાય ચેઈનમાં અત્યંત મજબૂત સ્પર્ધાત્મક લાભ આપશે અને કંપની અત્યંત સ્પર્ધાત્મક કિંમતે વિશ્વ કક્ષાની 4વ્હીલર પ્રોડક્ટ બનાવી શકશે. ઓલાની પ્રથમ કાર 2024માં લોન્ચ કરાશે અને 2027 સુધી કંપની બજારમાં 6 અલગ અલગ પ્રોડક્ટો ધરાવશે.

સેલ ટેકનોલોજીઓનું વર્ટિકલ ઈન્ટીગ્રેશન અને સુસંગત સપ્લાય ચેઈનું સ્થાનિકીકરણઃ ઓલા 2 વર્ષ પૂર્વે શરૂ કરેલી કોર સેલ ટેકનોલોજી પર કેન્દ્રિત છે અને 2022માં કંપનીએ વિશ્વ કક્ષાના એકમ ઓલાના બેટરી ઈનોવેશન સેન્ટરમાં કામગીરી શરૂ કરી હતી, જ્યાં 1000થી વધુ સંશોધકો સેલ ટેકના ભવિષ્ય પર અને તેમની પોતાની આઈપી બનાવવા કામ કરી રહ્યા છે. 2023ના અંત સુધી ઓલા આ દાયકાના ક્રમમાં 100 જીડબ્લ્યુએચ ઈન્સ્ટોલ કરવાની મહત્ત્વાકાંક્ષા સાથે 5 જીડબ્લ્યુએચ ક્ષમતા સાથેનો તેમનો સેલ ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરશે. ઓલાની પોતાની ટેકનોલોજી અને સ્થાનિક સપ્લાય ચેઈન કંપનીને અન્ય વૈશ્વિક અને ભારતીય કંપનીઓ સામે મજબૂત સ્પર્ધાત્મક લાભ આપે છે.

1 અને 2નો લાભ લેતાં સુસંગત બજારોમાં વૈશ્વિક વિતરણઃ ઓલાની રૂ. 1,00,000થી રૂ. 50,00,000 કિંમતમાં વિશ્વ કક્ષાની પ્રોડક્ટો, મજબૂત કોર ટેકનોલોજી અને સ્થાનિક ઓછા ખર્ચની સપ્લાય ચેઈન કંપનીને ભારતમાંથી નિકાસ કરવાનો અને સાઉથ ઈસ્ટ એશિયા, લેટિન અમેરિકા, યુરોપ અને આફ્રિકા જેવી બધી સુસંગત બજારોમાં ઈવી મોબિલિટીમાં આગેવાન બનવા માટે અત્યંત નોંધપાત્ર વૈશ્વિક લાભ આપે છે.

ઓલા આ ધ્યેય પ્રત્યે અને આગેવાની લેવા માટે કટિબદ્ધ છે.

2022 ભારતની ઈવી ક્રાંતિના આરંભ તરીકે યાદ રખાશે. જૂન 2021માં ફક્ત 4000 યુનિટ પરથી 2022ના અંત સુધી 20 ગણી વૃદ્ધિ સાથે માસિક વૃદ્ધિ દર 80,000 યુનિટ્સ સુધી પહોંચી ગયો હતો. 2021માં 1 ટકાથી પણ ઓછી પહોંચ સાથે ફક્ત એક વર્ષમાં લગભગ 6 ટકાની વૃદ્ધિ સાથે ભારતમાં ઈવી ક્રાંતિ શહેરી કેન્દ્રો પૂરતી મર્યાદિત નહીંરહેતાં ભારતવ્યાપી સિદ્ધ થઈ છે. વાસ્તવમાં બેન્ગલુરુ, પુણે, સુરત વગેરે જેવાં ઘણાં બધાં શહેરો લગભગ 20 ટકાની ઈવી પહોંચ ધરાવે છે.

ઈવી માટે ટિયર 1, 2, 3 શહેરો માટે ગ્રાહકોની અગ્રતાએ બતાવી દીધું છે કે ભારતમાં બજાર હજુ અસ્તિત્વમાં હોઈ નવી ઉત્કૃષ્ટ ટેકનોલોજીની ઈવી અપનાવવા તૈયાર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.