વડોદરામાં વધુ 4 દર્દીના મોત, સેવ ઉસળની લારીવાળાનો રિપોર્ટ પોઝિટિવ, ભરૂચમાં વધુ 14 પોઝિટિવ, કેસનો કુલ આંક 474 થયો.

ગુજરાત
ગુજરાત

વડોદરા. વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ 4 દર્દીના મોત થયા છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે તમામ દર્દીઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

કોરોનાની સારવાર દરમિયાન વધુ 4 દર્દીના મોત
-વડોદરાના નવીધરતી રાણાવાસના 56 વર્ષીય વ્યક્તિનું મોત
-સલાટવાડા વિસ્તારના 56 વર્ષીય વ્યક્તિનું મોત
-ગોરવા સહયોગ વિસ્તારના 75 વર્ષીય વૃદ્ધનું મોત
-ધનુબદરીના ખાંચામાં રહેતા 70 વર્ષીય વૃદ્ધનું મોત

વડોદરા શહેરની વધુ 164 સોસાયટીને રેડ ઝોનમાંથી મુક્ત કરીને હવે ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવી છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની 80 સોસાયટીમાં 4 મેથી 11 જુલાઇ સુધીમાં કોરોનાના કેસ નોંધાયા ન હોવાથી રેડ ઝોનમાંથી મુક્ત કરીને હવે ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ વિસ્તારની 84 સોસાયટીમાં 4 જૂનથી 12 જુલાઇ સુધીમાં કોરોનાના કેસ ન આવતા રેડ ઝોનમાંથી મુક્ત કરીને હવે ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવી છે.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સેવ ઉસળની લારી ચલાવનાર વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સેવ ઉસળની લારી પર 200થી વધુ લોકોએ સેવઉસળ ખાધુ હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે સેવ ઉસળ ખાનારા લોકો ચિંતામાં મુકાઇ ગયા છે. જોકે સેવ ઉસળની લારી ચલાવનારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ લારી બંધ કરી દેવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ભરૂચમાં 9, જંબુસરમાં 4, આમોદમાં 1 અને અંકલેશ્વરમાં એક કેસ નોંધાયો છે. આમ ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા 474 ઉપર પહોંચી ગઇ છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 3069 પર પહોંચી ગયો છે અને અત્યાર સુધીમાં કુલ 2233 દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 779 એક્ટિવ કેસ છે, જે પૈકી 141 ઓક્સિજન ઉપર અને 38 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 600 દર્દીની હાલત સ્થિર છે.

શહેરી વિસ્તાર : રાજમહેલ રોડ, ફતેપુરા, હાથીખાના, તરસાલી, રાવપુરા, VIP રોડ, માંડવી, વાડી, માંજલપુર, તાંદલજા, અકોટા, વિશ્વામિત્રી, હરણી – વારસીયા રિંગ રોડ, ઓલ્ડ પાદરા રોડ, અટલાદરા, ગાજરાવાડી, ગોરવા, પાણીગેટ, દિવાળીપુરા
વડોદરા ગ્રામ્યઃ- ડભોઇ, ભીલાપુર, પાદરા, કરજણ, દોડકા

વડોદરા શહેરમાં ધન્વંતરી રથમાં અત્યાર સુધીમાં 26,551 દર્દીને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. જે પૈકી 338 દર્દીને તાવ, 1419 દર્દીને શરદી-ખાંસી થઇ હતી. જ્યારે 184 દર્દીને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.