પ્રાંતિજમાં કેળવણી મંડળની ચાર શૈક્ષણિક સંસ્થાઓનો વાર્ષિકોત્સવ યોજાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવર ઓન હાઇસ્કૂલના મેદાનમાં અવર ઓન હાઇસ્કુલ, વિદ્યાવિહાર, ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ, બાળ મંદિર વગેરે સંસ્થાઓના વિધાર્થીઓ દ્વારા કલરવ વાર્ષિકોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસના કલરવ વાર્ષિકોત્સવમાં 700 થી વધુ વિધાર્થીઓ ભાગ લઈને 52 કાર્યક્રમો રજુ કર્યા હતા. જેને લઈને આમંત્રિત મહેમાનોનું વિધાર્થીઓએ કાર્યક્રમો થકી દિલ જીતી લીધા હતા. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પોતાની આંતરિક શક્તિઓ વિવિધ કાર્યક્રમો થકી રજૂ કરી હતી.

આ બે દિવસના વાર્ષિકોત્સવમાં વિવિધ સંસ્થાઓના વિધાર્થીઓ દ્વારા સ્વાગત ગીત, ડાંસ, ગરબા, દેશભક્તિ ગીત, સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો વિધાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિત વાલીઓ અને વિધાર્થીઓ સહીત મહેમાનોના દિલ જીતી લીધા હતા. બીજી તરફ ઉપસ્થિત મહેમાનોએ પણ કાર્યક્રમ રજુ કરનાર વિધાર્થીઓ પર પુરસ્કારનો વરસાદ વરસાવ્યો હતો. તો પ્રથમ દિવસે ધો 1 થી 8 ના વિધાર્થીઓનો વાર્ષિકોત્સવ યોજાયો હતો. જેમાં વિધાર્થીઓએ 30 કાર્યક્રમો રજુ કર્યા હતા. તો બીજા દિવસે 9 થી 12 ના વિધાર્થીઓએ વાર્ષિકોત્સવમાં 22 કાર્યક્રમો રજુ કર્યા હતા.

આ પ્રસંગે આવનારા આમંત્રિત મહેમાનોનું પ્રાંતિજ કેળવણી મંડળના ટ્રસ્ટીઓ અને મંત્રી રઇશભાઇ કસ્બાતી દ્વારા મહેમાનોનું શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય પ્રદિપસિંહ રાઠોડ, મામલતદાર, પ્રાંત અધિકારી મહિપતસિંહ ડોડીયા, તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબા ડી મકવાણા, સંત ઓમ ઋષિ, મહંત સુનીલદાસજી સહીત વિવિધ સંસ્થાના આચાર્યો, શિક્ષક સ્ટાફ અને મોટી સંખ્યામાં વાલીઓ અને વિધાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.