સાબરકાંઠા જિલ્લાની 15 એમ્બ્યુલન્સમાં 27,393 કેસો આવ્યા, 1634 જિંદગી બચાવી, 108 માં 283 ડિલિવરી કરાવી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં આઠ તાલુકામાં 15 એમ્બ્યુલન્સોમાં જાન્યુઆરી થી 24 ડીસેમ્બર 2022 સુધીમાં ઈમરજન્સી 108 ના સ્ટાફે કુલ 283 મહિલાઓને એમ્બ્યુલન્સના મધ્યમથી સુરક્ષિત પ્રસુતિ કરાવી છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉ સમયસર વાહનો ન મળવાથી પ્રસુતા મહિલાઓને હોસ્પિટલમાં પહોંચાડાય તે પહેલા માતા અને બાળકો ઉપર જીવનું જોખમ ઉભું થતું હતું. હવે 108 પ્રસુતિનો કોલ મળતાની સાથે જ સ્થળ ઉપર પહોંચી જતી હોવાથી પ્રસુતિ સમયે માતા અને બાળક ઉપરનું જોખમ ઘટ્યું છે.

સાબરકાંઠા જિલ્લામાં ઈમરજન્સી -108 ની 15 એમ્બ્યુલન્સો 15 સેન્ટર પર અકસ્માત અને આપતિ સમયે સેવામાં કાર્યરત રાખવામાં આવી છે. જેના કારણે ઈમરજન્સી-108માં હાર્ટ એટેક, જીવલેણ અકસ્માત, પોઈઝ્નીગ તેમજ સર્પદંશ સહિતના બનાવોમાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે.

આ અંગે સાબરકાંઠા જિલ્લાના ઈમરજન્સી-108 ના સુપરવાઈઝર જૈમીન પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં ઈમરજન્સી-108માં 68 જણાએ 24 કલાક ફરજ બજાવીને કુલ 27393 કેસ એટેન્ડ કરવામાં આવ્યા છે. તો 1635 જીંદગીઓને બચાવી છે. તો 283 ડિલિવરીના કેસ એટેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં 21 ડિલિવરી એમ્બ્યુલન્સ સ્ટાફે 108 માં કરાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.