ઈડરના લાલોડા પાસે ખાણ વિસ્તારમાં દીપડો દેખાયો, વન વિભાગે રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કર્યું

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના ઇડરના લાલોડા પાસેના પથ્થરની ખાણમાં દીપડો દોડતો દેખાયો હતો. બુમાબુમ કરતા ભાગી ગયો હતો. જેને લઈને ભય વ્યાપી ગયો હતો તો વન વિભાગને જાણ થતા આજુબાજુના વિસ્તારમાં રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કર્યું હતું અને દીપડાની ત્રાડ સંભળાઈ હતી. પણ જગ્યા નથી મળી તેવું વન વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે ઇડર ગઢ વિસ્તારમાં દીપડાનો રહેણાંક વિસ્તાર છે. પરંતુ લાલોડા આસપાસ આવેલી પથ્થરની ખાણમાં ગુરુવારે સાંજના સુમારે દીપડો દોડતો દેખાયો હતો. શ્રમિકોએ બુમાબુમ કરતા દીપડો ભાગી ગયો હતો અને આજુબાજુમાં ઝાડીઓમાં જતો રહ્યો હતો. જેને લઈને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. આ અંગે ઇડર વન વિભાગને જાણ થઇ હતી.

તો આ અંગે લાલોડા ગામના સરપંચ ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, પથ્થરની ખાણ આસપાસ દીપડો નર-માદા અને બે બચ્ચા ફરે છે અને ખેડૂતો પરેશાન થયા છે. તો ગઈકાલે રાત્રે વન વિભાગ પેટ્રોલિંગ માટે આવ્યો હતો. અત્યાર સુધી ઘેટા અને બકરાને દીપડાએ નિશાન બનાવેલો છે. તો પથ્થરની ખાણમાં શ્રમિકોએ દીપડો જોયો હતો હજુ સુધી પાંજરું મુકવામાં આવ્યું નથી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.