LCB ટીમે પ્રોહીબીશનના ગુનાના આરોપીને ઝડપી લીધો

સાબરકાંઠા
સાબરકાંઠા

LCB ની ટીમે શામળાજી પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લઇ જેલ હવાલે મોકલ્યો હતો. તો હિંમતનગર એ ડિવીઝન પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી લઇ જેલ હવાલે મોકલ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે એલસીબીની ટીમ પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં 5 વર્ષથી નાસતો ફરતો આરોપી રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના વલ્લભનગર તાલુકાના ગમાનીયાનો રહેવાસી 34 વર્ષીય કૈલાસ ગોર્વધન ડાંગી ઘરે હોવાની બાતમી મળતા LCB ટીમે તેના ઘરે જઇને ઝડપી લીધો હતો. અને શામળાજી પોલીસ સ્ટેશનમાં સોપ્યો હતો.

 માહિતી અનુસાર એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એચ.બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના વિક્રમસિંહ તથા કલ્પેશકુમારને સંયુકત રીતે બાતમી મળી હતી કે, નંબર પ્લેટ વગરની ચોરીની એકટીવા લઇને બે શખ્સો તુલસી કોમ્પ્લેક્ષ આગળ ઉભા છે. જેના આધારે ડી સ્ટાફના જયેન્દ્રસિંહ, જાગૃતિબેન તથા માણસોએ સાગર ઉર્ફે શેકુ મનોજ ભાટ તથા પંકજ રાજેશ ભાટને એકટીવા સાથે ઝડપી લીધા હતા અને તપાસ કરતા એકટીવા ચોરી હોવાની તેમજ હિંમતનગર એ ડિવીઝન પોલીસમાં ચોરીની ફરિયાદ પણ નોંધાઇ હતી. તેવી હકીકતની જાણ થતા જ એકટીવા કિંમત રૂપિયા 60 હજાર સાથે સાગર ઉર્ફે શેકુ મનોજ ભાટ અને પંકજ રાજેશ ભાટની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ રિકવર કરી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.