હિંમતનગરના બંધ મકાનમાંથી કુલ રૂ. 1.33 લાખની અને ઈડરથી કુલ રૂ. 91 હજારની ચોરી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના બાયપાસ રોડ પર આવેલી કલરવ સોસાયટીના એક બંધ મકાનને ચોર ઇસમોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.33 લાખની ચોરી કરી નાસી ગયા હતા. આ ઉપરાંત ઈડરના કસ્બા વિસ્તારમાં રોકડ અને સોના-ચાંદીના દાગીના સહીત 91 હજારની મત્તાની ચોરી થઇ હતી. આમ બે ચોરી અંગે હિંમતનગર ગ્રામ્ય અને ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.

​​​​​​​ઇડરના મોટા કસ્બા વિસ્તારમાં એક મકાનમાં ચોર ઇસમોએ તાળુ તોડી તિજોરીમાં રાખેલ રોકડ રકમ રૂપિયા 43 હજાર તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 91 હજારની ચોરી કરીને નાસી ગયા હતા. જે ચોરીના બનાવ અંગે તબસ્સુબાનુ તોફિકમીયા શેખે ઇડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.