પ્રાંતિજમાં ચોરી કરવા આવેલી કાર CCTVમાં કેદ, તસ્કરોએ સાત મિનિટમાં સાઈલેન્સરની ચોરી કરી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લામાં એક મહિનામાં ચાર સાઈલેન્સરની ચોરી પોલીસ ચોપડે નોધાઇ છે. તો છેલ્લા બે દિવસમાં સતત બે પ્રાંતિજ અને હિંમતનગરમાં અલગ-અલગ સ્થળે સાઈલેન્સરની ચોરી થવા પામી છે. જેને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. તો પ્રાંતિજમાં કાર સાથે ચોરી કરવા આવેલા ચોરો સીસીટીવીમાં કેદ થયા છે, સાત મિનીટમાં સાઈલેન્સરની ચોરી કરી લઇ ગયા હતા.

​​​​​​​આ અંગેની વિગત એવી છે કે, બે ચોરી 17મી ડીસેમ્બરની રાત્રે થઇ હતી. જેમાં પ્રથમ હિંમતનગરના પરબડામાં અજમેરી પાર્કમાં રહેતા સોહીલભાઈ અસમદતુલ્લા મનસુરીના ઘર આગળ પાર્ક કરેલ નવી નંબર વગરની ઇકો જેનું સાઈલેન્સર કિં.રૂ.45 હજારની ચોરી થઇ હતી. જે અંગે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

બીજી ચોરી પ્રાંતિજના એપ્રોચ રોડ પર આવેલ હરીઓમ પાર્ક સોસાયટીમાં રહેતા સંજયકુમાર મંગળદાસ રાવલની ઇકો ગાડી નંબર જીજે.09.બી.ઇ.9889 તેમના ઘર આગળ બહાર પાર્ક કરેલ હતી. ત્યારે કોઇ ચોર ઇસમે ગાડીના રૂ.60 હજારના સાયલેન્સરના મફલરનો ભાગ નિકાળીને ચોરી કરી તેની જગ્યાએ જૂના સાયલેન્સરનો ભાગ લગાવી દીધો હતો. જેની પ્રાંતિજ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાઇ હતી.

​​​​​​​અગાઉ એક મહિના પહેલા હિંમતનગરમાં જુના સિવિલ સર્કલ પાસે ઘર આગળ પાર્ક કરેલ ઇકોમાંથી સાઈલેન્સર ચોરાયું હતું. જેની ફરિયાદ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. બીજી તરફ પ્રાંતિજના પટેલવાસમાં બ્રહ્માણી માતાજીના મંદિર ચોકમાં ઇકોમાંથી સાઈલેન્સર ચોરી થઇ હતી, જે અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.